________________
( ૧૦૨ )
તેને ધૈર્ય મુકવા યોગ્ય નથી મારા ભાઈને વનમાં ગએ ઘણા વખત થયા ને તે દુર ગયા હશે. માટે મને વિલખ ન કરતાં તેની પાછળ જવુ જોયે. તેમાં વિઘન કરવુ તને ચાગ્ય નથી. હું રામને આધીન છુ એવુ ભાષણ કરીને તથા તેને નમસ્કાર કરી ધનુષ્ય ખાણું હાથમાં લઈને મેટા વેગથી રામની પા
સે ગયા.
વિકસિત સુખકમલ છે જેમના, વનમાં જવાને તત્પર થએલા, કીડા વ નમાં જવાની પડે તે ત્રણે જણ નગરથી ખાહાર નિકળ્યા. તે વખતે નગરી ના લોકો જેમ દેહમાંથી પ્રાણ નીકળતી વખતે દુ:ખ થાય, તેમ રામ, લક્ષ્મણ તથા જાતકી વનવાશ જવા સારૂ નિકળવાથી સ્ત્રી પુરૂષો દુઃખ પામવા લાગ્યા આ કૈકેઇ મૈાટી કૃર છે, આ વિધાતા દુષ્ટ છે. એમ ખેાલતા થકા સર્વ પ્રજાલક શાક કરતા કરતા મેઢા વેંગથી રામની પાછળ દેાડચા. તેમજ નેત્રમાં પાણી આણી પોતાની સ્ત્રી સહિત દશરથ રાજા પણ ત્યાની પાછળ નીકળ્યા. તે વખતે આખી અયાધ્યા નગરી ઉજડ થઇ ગઇ. તે ખધા રામની પાસે આવ્યા થી તેમાં પોતાનાં મા બાપ છે, એમ જોઇને રામ ચાલતા ઉભા રહી ગયા. પછી વિનય સહિત વાણીથી ત્યાને સમજાવીને રામે પાછા ફૅરવ્યા, નગરીના લોકોની સાથે પણ યથાચિત ખાલીને તેમને વિદાય કરચા, તદનંતર શીતા ત થા લક્ષ્મણ સહિત રામ ઉતાવળું વનની તરફ ચાલવા લાગ્યા. જે જે ગામમાં ત્યા જાય, ત્યાંના મોટા મેાટા લોકો ત્યાને રહેવા ખાખત ઘણી પ્રાર્થના કરવા લા ગ્યા. પરતુ તે કાંએ રહ્યા નહી.
આંઈ ભરતને પોતાના ભાઈના વિરહ થયાથી તે રાજ્યને ગ્રહણ ન ક રતાં કંઇની નીંદા કરીને પોતાના પિતાની સાથે દિક્ષા લેવાને તઇયાર થા, અને લક્ષ્મણ તથા સીતા સહિત રામને પાછા ખેાલાવી લાવવા સારૂં પોતાના પ્રધાનાને માકલ્પા પ્રધાના ત્યાંથી નીકળી મેાટા વેગથી રામની પાસે આવીને ત્યાને પાંછા ફેરવવા સારૂ ત્યાં ઘણી યુતિ કરવા લાગ્યા. તથા ઘણી પ્રાર્થના કરી. પણ રામ પાછા ફરી નહી કહ્યુ છે કે, “ માટાની પ્રતિજ્ઞા કદી પણ ફરતી નથી.” પછી રામચન્દ્રે તેમને પાછા જવાનું ઘણું કહ્યું' તથાપિ ત્યા પાછા ન ફરતાં રામની સાથે ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં જેમાં મેટા વ્યાઘરો વિચરી રહ્યા છે. કોઇ માણસનુ તેા જેમાં પગલુ પણ મળે નહી; જ્યાં જીવે ત્યાં ઝાડ વિના ખીજુ કાંઇ પણ દીઠામાં આવે નહી. એવી વિઘાટ વીમાં રામ, લક્ષ્મણ તથા સીતા વગેરે સર્વ સાથ આવ્યો, તે વનમાં એક નદી