________________
(૧૪૯)
-
-
- -
-
* *
*
વનના ભીલ જેવા પ્રસન થઈને તને શું લક્ષ્મી દેશે ? જેના કહ્યાથી તું આઈ આવતાં જ તેને પ્રાણ જવા જેવું થયું, તેના વિશ્વાસથી તુ આઈ આ વ્યો ? તે રામ અને લક્ષમણ પૃથ્વી ઉપર ફરનારા છે માટે મહા કુશળ છે. તેણે આ તને દુઃખમાં નાંખવાનો ઉપાય કરી છે. ધુતારા લોકો જે છે તે બીજાના હાથથી આગ ગુમાવે છે. પ્રથમ તુ મારો શેવક હતો. તે બીજા ને થયો તેથી તું મારવા યોગ્ય નથી. પણ શિક્ષા કરવા સારૂ માત્ર તને ની શાની કરૂ છુ. ત્યારે હનુમાન કહેવા લાગ્યો કે હું તારા સેવક ક્યારે હતા ? તેમજ તુ મારા સ્વામી ક્યારે હતો? એવું બોલતાં તને લાજ નથી થતી? એ ક વખતે તારો પ્રિય સામત જે ખર શુરવીર તે બધાઈ ગયાથી તારા કહ્યા થી મારા બાપે તેને વરૂણ પાસેથી મુકાવ્યો હતો અને તારી સહાયતા કરવા સારૂ આવીને વરૂણના પુત્રોના હાથથી મે તારૂ રક્ષણ કર્યું હતુ? તેમ છતાં આ વખતે તુ પાપ કરવા તત્પર થયો છે, તેથી સહાયતા કરવાને યોગ્ય નથી. પરસ્ત્રી હરણ કરનાર જે તુ, તેની સાથે બોલ્યાથી પણ પાપ લાગે, આ વખતે એકલા લક્ષમણ થકી તારૂ રક્ષણ કરનારે તારા સેન્યમાં કોઈ દીઠામાં આવતો નથી. એવું સાંભળીને રાવણ ધાયમાન થયું. પછી દાંતે કરી હઠ ચાવીને તેને કહેવા લાગ્યું કે, મારા વેરીનો આશ્રય કરીને તે મને પોતાનો શરૂ કરશે. માટે તેને મરવાની ઈચ્છા છે. પણ કોઢ વડે ગળેલા આંગવાળા પુરૂષને મોતને ટુકડો આવેલો જોઈને હત્યાના ભયે કરી ને જેમ કોઈ મારતો નથી, તેમ તુ શતરૂનો દુત છે માટે તેને કોણ મારશે તે પણ ગધેડા ઉપર બેસાડીને માથામાં પાંચ પાટા કરી, સર્વ લોકના દેખતાં લકાના રસ્તે રસ્તે તને ફેરવીશ. એવું સાંભળીને હનુમાને ફેધમાં આ વીને નાગપાસને તોડી નાંખ્યું. કમલિની નાળે હાથી બાંધેલો કેટલીવાર રહે? પછી વીજળીની પઠે કુદકો મારીને પોતાના પગે કરી રાવણના મુકુટ ને તોડી નાંખ્યો. ત્યારે એને મારે એવી રીતે રાવણ પુકારવા લાગ્યો. એટલામાં હનુમાને તેની આખી નગરીને અનાજની પઠે ભગ કરી. એવી કી ડા કરીને હનુમાન ગરૂડની પઠે ઉડી મારીને રામની પાસે આવ્યો, તેને નમસ્કાર કરીને સીતાને ચુડામણ આપ્યો. ત્યારે જાણે સાક્ષાત સીતાજ આવી હેયની એવી રીતે રામ જાણવા લાગ્યો. અને તે ચુડામણીને હૃદયની સાથે દાબીને વાર વાર તેનુ આલિગન કરીને ત્યોનો ઘતાંત પંડ્યાથી તેણે