________________
( ૧૭૧)
.
વારના રામ, લક્ષ્મણે તથા કુંભકરણાદિક ત્યાં આવીને તથા તેમને વદના ક રીને, તેમની પાસે ધર્મ સાંભળ્યે. દેશનાની સમાપ્તી થયા પછી ઈંદ્રજીત અને મેઘવાહનને વાગઉપનાથી, તેવા મુનિને પુર્વ જન્મની વાત પુછવા લાગ્યા. ત્યારે તે મુતિ તેમને કેહેવા લાગ્યા.
ભરતક્ષેત્રમાની કૈાશાંખી નામની નગરીમાં પ્રથમ તથા પશ્ચિમ નામના અતિ દરિદ્રી તમે બેઉ ભાઈ થયા એક વખતે ભદત્ત નામના મહામુનિ પાસે ધર્મ સાંભળીને તેમણે દિક્ષાલીત્રી. પછી કષાયને તજીને મુનિવિહાર કરવા લાગ્યા. કોઇ એક સમયે તે બેઉ જણ કૈાશાંબો નગરીમાં આવ્યા ત્યાંના નદીધેાષ નામના રાજાને પોતાની સ્રી ક્રુમુખી સહિત ક્રીડા કરતાં જોઈને પશ્ચિમ નામના મુનિએ નિયાણા ખાંધ્યા કે, આ તપના ચગે આવી ીડા કરનારાના હુ પુત્ર થાઊ, તેને ખીજા સાધુએ વાયા તથાપિ તે નિદાન તેના પાકા ખધાઇ ગયા તેથી મરણ પામ્યા પછી તે પશ્ચિમ તેજ રાન્તના રતિવર્ધન નામનો પુત્ર થયા, ક્રમે હરી ચેાવન અવસ્થા પામીને રાજ ઉપર બેઠો ૫છી તે પિતાની પઠે સ્ત્રીની સાથે ક્રીડા કરવા લાગ્યા અને ખીન્ને મુર્તિ કાળ કરી ગયા પછી નિદાન તપના યોગે પચમકલ્પ દેવલાકમાં એક પરમ મહીં
ક દેવ થયા, તેણે અવધિજ્ઞાન વડે પોતાના પુર્વ જન્મના ભાઇની ઉત્પતી જાણીને તેને ખાધ કરવા સારૂ તે દેવ મુનિના વેષે ત્યાં આવ્યો. તેને જોઈને રતિવરધન રાજાએ આસન ઉપર બેસાડ્યા પછી બધુના સ્નેહે કરીને મુનિએ પોતાના તથા તેના પુરૢ "ભવ કહી સંભળાવ્યો. ત્યારે રાજાને જાતિ સ્મરણ જ્ઞાન થયુ. તેથી વૈરાગને પામીને તેણે દિક્ષા લીધી. ત્યાંથી કાળ કરીને વિદેહ ક્ષેત્રને વિષે, વિષ્ણુ નામના નગરમાં તમે બેઉ ભાઇ રાજા થયા તે રાજ મુકીને તમે દિક્ષા લીધી કાળે કરી દેહત્યાગ કરીને અચ્યુત દેવલોકમાં ગયા ત્યાથી આવીને આ પ્રતિવિષ્ણુ જે રાવણ, તેના ધેર ઇદ્રજીત તથા મેઘવાહન એવા તમે બેઉ પુત્ર થયા. અને રતિવરધનની માતા ઇદ્રુમુખી પણ ઘણા ભવ ફરીને તમારી માતા મદાદરી થઇ, એ વાત કુંભકરણાદિક અને મદાદરી આર્દિકે સાંભળીને તેજ વખતે તે સાધુની પાસે દિક્ષા લીધી પછી રામ લક્ષ્મણ અને સુગ્રીવ તે મુતિને નમસ્કાર કરીને તથા ચાપટ્ટાર બિભીષણને આગળ કરીને તેણે દેખાડેલા મારગમાંથી લકામાં ગયા. ત્યાંથી પુષ્પગીરી ૫ર્વત ઉપર ઉપવનમાં ગયા. ત્યાં હનુમાનના કહ્યા પ્રમાણે રામે સીતાને 'દીડી. તે વખતે પોતાના માણતી પુઠે સીતા પાસે જઈને હું હમણાંજ છ
'