________________ ગુરૂ–પહેલો યતિને ધર્મ ક્ષાંતિઆદિ દશ પ્રકારનો છે બીજે સગ્રહસ્થ ધર્મ બાર પ્રકારનો છે. આમાં કમથી ગુણશિક્ષા નામના પાંચ ત્રણ અને ચાર અણુવ્રત છે જીનેશ્વરે આ પ્રકારને ગ્રહણ્ય ધર્મ કહે છે. અંકુરનું મુળ કારણ જેમ બીજ છે. અને દેહનું મુળ કારણ જેમ ચૈતન્ય છે તેમ દ્વિધાધર્મનું સમ્યકૃત્વ એ મૂળ કારણ છે જે પ્રમાણે સર્વ દેહ છતાં નેત્ર રહિત પુરૂષ સારો દેખાતો નથી તેજ પ્રમાણે ધર્મ કિયાયુક્ત હોવા છતાં જે સમ્યકૃત્વ ન હોય તે તે શોભતો નથી. તે સ્વાભાવિક અને કૃત્રિમ આ બે બાબતોથી સમ્યકૃત્વના નિસગ અને અધિગમ એવા બે પ્રકાર છે. કર્મક્ષય અને ઊપશાંતિથી નૈસર્ગિક સમ્યકૃવ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રીયજ્ઞાનથી મળેલા સમ્યકત્વને અધિગમ સમ્યકત્વ કહે છે. તત્વ શ્રદ્ધારૂપ સમ્યકૃત્ય બે પ્રકારનું જાણવું જરૂરનું છે. શમ, સંવેદ, નિર્વેદ, અનુકંપા, અને અસ્તિકમ એ પાંચ લક્ષણથી સમ્યકૃવ ઉત્તમ પ્રકારે જાણી શકાય છે. વૈર્ય પ્રભાવના, ભક્તિ, જેનશાસ્ત્ર નૈપુણ્ય, અને તીર્થ સેવા એ તેનાં પાંચ પ્રકારનાં ભૂષણે છે શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, મિથ્યા દ્રષ્ટિ, પ્રસંશા, અને તત્સસ્તવ, આ પાંચ સમ્યકૃત્વને દુષણ લગાડનાર છે. . - હે રાજા, આ પ્રણાણે તું પૂર્ણપણે સમ્યકૃત્વ પ્રાપ્ત કરી લે. આ સાધીશ એટલે આ લેકમાં સર્વ ધર્મ કિયા તને પ્રાપ્ત થશે. ધર્મનુષ્ઠાન ડું હોય, અને તેમાં જે શ્રદ્ધા અને સમ્યકત્વ હોય તે વિશેષ કરીને, હે રાજા, નક્કી સફળ થાય છે. આ સર્વ બાર વૃત સહસાય કર. હે શ્રેષ્ઠ રાજા, આનાથી જે ધર્મ થાય છે તેજ ગ્રહસ્થને ધર્મ છે. આ પ્રમાણે સમ્યકૃત્વ ભૂષિત ધર્મ સાંભળી, ચેર જેમ આનંદથી દ્રવ્ય બાંધી લે છે તેમ રાજાએ પુત્ર સહિત ધર્મરૂપી થાપણ (દ્રવ્ય) ગ્રહણ કરી લીધો. પછી ગુરૂને ઊત્સાહ પૂર્વક નમસ્કાર કરીને રાજા પોતાના પુત્રસહ નગરમાં ગયો. અને બન્ને પ્રકારના અસાધ્ય વિષયો ધર્મ અને ગુણ યુકત થઈ, સંપૂર્ણ રીતે સાધ્ય કર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust