________________ જે રક્ષણ રહિત, દીન, અનાથ, અતિ દુર્બલ, એવા નિરપરાધી જીવનો નાશ કરે છે તે નકી નર્કમાં જાય છે બીજાનું મન દુખાવનાર એવું ષ યુકત જે ખોટું ભાષણ વધે છે તેને માટે નર્કજ જેલું છે. જેસે એ જીવનું પણ જીવન છે એમ સમજી દયાળુ પુરૂષ આપ્યા વગર લેતા નથી. જે નિર્દય પુરૂષ પારકાનું ધન હરી લે છે તે નર્ક પ્રાપ્ત કરે છે. પર સ્ત્રી આલિંગનની જે મનમાં ઇચ્છા રાખે છે તેને લોખંડની અગ્નિમાં તપાવી લાલચોળ કરેલી સ્ત્રી સાથે આલિંગન કરાવે છે; આ લેકમાં જે અતિ તૃપ્ત થઈ, મોટમોટા કાર્યો કરે છે તે જીવ મૂછિત થઈ નર્કમાં જાય છે. રાત્રે જે અનાદિ ભક્ષણ કરે છે તે નર પશુ છે તે અંધકારના સમુદાય યુકત ઘર નર્કમાં જાય છે. જે સદા સર્વદા વ્યસનમાં નિમગ્ન રહે છે, જે ષડરિપુથી દુષિત મનવાળા થાય છે અને જે રે ધ્યાન પરાયણ હેાય છે તે ન ભૂમીમાં જાય છે. ત્યાં છેદનાદિક બહુ દુઃખ સહન કરે છે અને નિમિષમાત્ર પણ તેમને સુખ મળતું નથી. આયુષ્ય પુરૂં થતાં ત્યાંથી નીકળી પૃથ્વિ પર આમતેમ આથડતાં, જેના અવયવ તુટેલા છે તે જાતીમાં તેઓ ઉત્પન્ન થાય છે, તેમની પાંચ ઈદ્રિયે વાંકી થાય છે અને પછી સંહસર્વની જાતીમાં ઉત્પન્ન થઈ નરકમાં રહે છે અને અતિકુર કર્મો કરે છે. - અનેક યોનીમાં ફરતાં ફરતાં, એકાદ પુન્ય કર્મથી જીવને મનુષ્ય જાતિ પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે ચાતક પક્ષીને આકાશમાં મેઘનું બિંદુ માગતાં મળતું નથી તે પ્રમાણે જીવને મનુષ્ય જનમ માગતાં મળતો નથી. કેળ એક વખત ફળી એટલે ફરી ફળતી નથી તેમ મનુષ્યને ફરીથી મનુષ્યત્વજ મળતું નથી. જેવી રીતે સ્વપ્નમાં રાજયપદ પરથી પદય્યત થયા પછી પુનઃ રાજયપદ મળતું નથી. તેમ મનુષ્ય જન્મ મળ્યા પછી પુનઃ મનુષ્ય જન્મ મળતું નથી અતિ, દુર્લભ મનુષ્યત્વ પ્રાપ્ત થયા પછી, ડાહ્યા પુરૂએ તેને લોભ લેઈ પવિત્ર શુદ્ધ ધર્મ સ્વીકારે. ક્ષુદ્ર ધનની ઇચ્છાથી જુગારી લેક ચિંતામણિ ગુમાવે છે. તેમાં કેટલાક પુરૂષ મનુષ્ય જન્મ ગુમાવે છે. જે અવિચારી લેક ફ્રોધ અને દ્વેષને સ્વાધિન થઈ પાપ કરે છે ને સ્વસ્થાનને છેડે છે. આ સર્વ મારૂં કુટુંબ અને મારા સિવાય તેમનું શું થશે એવા ભ્રમથી બ્રમિત થઈ મનુષ્ય પાપ કરે છે. એમ સમજતા નથી કે એક જન્મના આ બંધુના વેગથી મારું શું સાર્થક થવાનું છે? માટે બહુ જન્મને મદદગાર ધર્મરૂપી બંધુ-મિત્ર શોધી કાઢવો જોઈએ. - આ પ્રમાણે ગુરૂ રૂપી મેઘની ધર્મોપદેશરૂપી વૃષ્ટિ થતી હતી તે સમયે સભા માંચરૂપી અંકુરયુક્ત થએલી દેખાવા લાગી. રાજાને બહુ આનંદ થયે તેણે હસ્ત કમલ જેડી ગુરૂને વિનંતી કરી. - રાજા–હે નાથ, તમારા મુખચંદ્રના દર્શનથી સાગરરૂપી હું તમારે દાસ, - જેણે ભક્તિરૂપી મજાથી પાપરૂપી મેલ કાઢી નાખ્યો છે. હવે મને કૃપા કરી ગ્રહ સ્થને ધર્મ કહો એટલે આપના મુખેથી મને તેની સારી માહીતી મળશે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust