________________ 13 ચંડિકા કરું છું તે ધ્યાન દઈ સાંભળ તારા ભયથી જે નાશી ગયા છે તે પુરૂષ હું તને બતાવું છું જે શુરવીર યોદ્ધા હોય છે તે નાશી ગએલાની પછાળ દોડતા નથી. કમાર--એમ જે છે, ત્યારે તેણે મને શા માટે કહયું કે “સહેરમાં બીજે કોઈ રાજા હશે પણ શહેર બહાર તે હુંજ રાજા છું” રાજ–(ચંડિકા) તે કઈ બીજે માણસ નહોતો મેં પિોતેજ વિદાર્થ તેવું રૂપ ધારણ કરી તેને ફસાવ્યો.. કુમાર–તે, હે દેવી હવે મને રજા આપ હું જઈશ. હું પાછો ગયો એવું માત્ર કેઈમે સમજવા દઈશ નહીં. કુમાર દેવીની રજા લેઈ, દેવળની બહાર નીકળ્યા. રાજા પણ સંતુષ્ટ થઈ સ્વસ્થળે ગયો. દુષ્ટ આચરણને જ્યાં પ્રતિબંધ છે, કિયા જ્યાં બંધ છે, એવા સમુદાયમાં ધર્મ પ્રમાણે કુમાર પિતાના સ્થળે ગયે, અને સુગંધી પુષ્પથી પાથરેલી સુંદર ગાદીપર, હંસ પ્રમાણે કુમાર સુતે ત્યાં તે, વિકલ્પ રહિત, સ્થિર, અને સુખકારક નિદ્રા અનુભવવા લાગ્યું. પ્રભાતમાં સ્તુતિ પાઠક લોકેના જય ઘોષની ધ્વનિ અને ગવૈયાના ગીતના, વાધ્ય સહ મિષ્ટ અવાજથી કુમાર જાગૃત થયે. નેત્ર ઉઘાડી, બંને હાથ જોડી રૂષભદેવને નમસ્કાર કરી, રાજપુત્ર શય્યા છોડી ઉઠયે. વીર લેક પ્રમાણે સવારમાં શરતના કૃમાંથી પરવારી પછી તે પિતૃ સેવાના હેતુથી પિતા પાસે ગયે, રાજાએ રાત્રે કુમારના સર્વ પરાક્રમનું અવલોકન કર્યું હતું, યુવરાજને જોઈને તેના પરામનું સ્મરણ થયું અને આશ્ચર્ય ચક્તિ થઈ મનમાં બોલ્યા કે “પુર્વે સંપાદન કરેલા પુન્યથી જે સર્વગુણ સંપન્ન છે એવા દેવાને પણ કુમારે પોતાના ગુણોથી ગર્વ હીન કરી નાંખ્યા છે. એણે ઘણી નમ્રતાથી સર્વ દેવને વશ કરી લીધા, આ સ્વર્ગ વિદ્યાને કયાં અભ્યાસ કર્યો હશે વારૂ? વિશ્વને અલંકાર એ હાર બક્ષિસ આપે એ પણ તેનું દાતૃત્વ અતિ પ્રશંસા પાત્ર છે. હે પુત્ર, તારી સાથે પ્રસંગ પડવાથી મને તે ક્ષીણત્વ પ્રાપ્ત થયું. તારી સાથેના પ્રસંગમાં મારા જેવી હેબક કોઈએ ખાધી નહીં હશે! હું પિતાને તૃણ જે તુચ્છ સમજું છું. કારણ તે સમયે મારા મનને પણ અતિ વિસ્મય ભાસ્યું. વિતાળના સૈન્યને પરાભવ કર્યો એ શું ઓછી આશ્ચર્યની વાત છે! તે દયાળુ ચંડિકાના પ્રસાદથી મને સારી બુદ્ધિ સુઝી. નહીં તે અન્યાયથી વિનાશક ફળ મને મળ્યા વિના રહેતી નહીં. આથી વધારે તેના અદભૂત કૃત્યનું શું વર્ણન કરૂં ? તેનું સ્મરણ થતાં કેને આશ્ચર્ય નહીં પ્રાપ્ત થાય વારૂં? આવા શૂરવીરનો હું પિતા થયે એ કેવળ કર્મ ધર્મ સયોગને પ્રતાપ છે. આવા પુત્રને જન્મ ફક્ત પિતાની પ્રસિદ્ધી માટે જ થાય છે.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust