________________ , 11 આ પ્રમાણે બોલી તેણે પિતાને દંડ ઠેકો. દંડ ઠોકવાના અવાજને આકાશમાં પ્રતિધ્વનિ થયો. કુમાર અને ક્ષેત્રપાળ યુદ્ધ કરવા તૈયાર થયા, તે સમયે કુમાર શૂરવીર યોદ્ધાથી પણ વધારે સારે શેતે હતે. આ યુદ્ધ શરૂ થયું. કુમારે ક્ષેત્રપાળને ક્ષણમાં અગ્ર ભાગે, ક્ષણમાં પૃષ્ટ ભાગે ક્ષણમાં ઉપર અને ક્ષણમાં નીચે નાંખી, ફેરવી તેની સાથે યુદ્ધ ચલાવ્યું પછી કુમા૨ના સખ્ત મારથી ક્ષેત્રપાળ લેહી ઓકવા લાગ્યો. અને થરથર કંપતો પૃથ્વી પર પડે. ક્ષણવાર તેને વિશ્રાંતિ આપી પુનઃ તેના પર ધસી જવા રાજપુત્ર તૈયાર થયે એટલામાં એકાએક, મોટું ભયંકર વૈતાળનું સૈન્ય તેના જેવામાં આવ્યું રણ ભૂમિ પર વૈતાળનું મોટું સિન્ય જેઈ બલાઢય રાજપુત્ર અત્યંત ખુશ થઈ બોલ્યા “જ્યાં સુધી આ સર્વ સૈન્ય મારા પર પ્રહાર કરશે નહીં ત્યાં સુધી, એકલા ક્ષેત્રપાળ સાથે યુદ્ધ કરવાથી મારી યુદ્ધની તૃષ્ણા શી રીતે શાંત થશે ?" તે મહા તેજસ્વી કુમાર, શુરત્વના ભાષણો બેલી, સિંહ જે પ્રમાણે શિયાળ પર તલપ મારે છે તે પ્રમાણે વૈતાળપર પ્રહાર કર્યા. રાજપુત્ર પોતે એકલે હતો તેપણ સર્વ વેતાળને હાથથી, પગથી, શસથી મારીને તેમને અત્યંત માર આપે રાજપુત્રે તેમના ભૂજ દંડ અને પગ કાપી નાંખી જમીનપર કીડાની માફક સુવાડયા. બિચારા વાળને મારવામાં શો પુરૂષાર્થ છે? એમ જાણી, તેમના પર દયા લાવી રાજપુત્રે તેમને છોડી દીધા અને સામે ઉભેલા ક્ષેત્રપાળને પકડે તેને ઊંચે ગરગર ફેરવ્યો અને શસ્ત્ર વૈતાળ તરફ ઉગામ્યું તે, બિચારૂં સર્વ સૈન્ય રૂદન કરતું એકદમ નાશી ગયું; તે પિતે એકલેજ રાજા સન્મુખ ઉભે રહયે સર્વ સૈન્ય જતું રહયું. ક્ષેત્રપાળ તરફ નજર નાંખી તો તે પણ સૈન્ય સાથે નાશી ગએલો જણાયો પછી સહેજ કમર બાંધી કુમાર રાજા તરફ ધસ્યો. રાજા--(ઉતાવળથી) અરે, તું મને અડકીશ નહીં. કારણ તારૂં સર્વ અંગ વિતાળના અંગ સાથે ઘસાયાથી, તેને રૂધિર અને માંસ ચૂંટેલું છે અહીં નજીક નિર્મળ પાણીનું સરોવર છે. ત્યાં જઈ સ્નાન કરી આવ પછી આપણે યુદ્ધ કરીશું. ઠીક છે હું સ્નાન કરી આવું છું કુમાર તલવાર લેઈ સ્નાન કરવા સરેવર તીરે ગયે. રાજા પિતાના પુત્રનું ઉત્તમ પરાક્રમ જોઈ મનમાં બેલ્યો કે “સાહસથી શોભનાર મારા પુત્રના પરાક્રમની પરિક્ષા મેં લીધી; સૈન્ય સુધ્ધાં ક્ષેત્રપાળ જેવાની શક્તિ તેની આગળ ચાલી નહીં તે પછી તેના હિસાબમાં હું તે કોણ? મારી શક્તિ શા હિસાબમાં? રણભૂમિમાં મારા પુત્ર જોડે ટક્કર લેનાર જે કોઈ યોધ્ધો હોય તે તે ફક્ત ઈદ્રજ છે. બીજા માનવી પ્રાણીને તેની આગળ હિસાબ શો? જે માની હોય છે તે પ્રાણ જાય તો ભલે, એમ સમજી જયની ઈચ્છા કરે છે? એવા શુરવીરેનો મારો પુત્ર પરાજય કરે છે તે, તેમને પણ ભુષણ ભાસે છે. હવે પુત્ર સ્નાન કરી મારી સાથે લઢવા આવશે. તે આવ્યો એટલે મારાથી નાશી જવાય નહીં. યુધ્ધ કર્યા વિના તે છુટકો નથી " P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust