________________
(૨૧) હાલ ગુરૂજી “પૂર્વ દેશનાં ધર્મપુસ્તક એવા નામના ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં ગુતાયલા છે. એમાં બ્રાહ્મણ, બુદ્ધ, જરથોસ્તી, ચીનાઈ અને મહમદી ધર્મનાં પુસ્તકો આવી જાય છે. પ્રત્યેક પુસ્તક એક કે વધારે પ્રખ્યાત વિદ્વાન લખે છે, તેને માનસ મઅલર સુધારી કરી છપાવી પ્રસિદ્ધ કરે છે. આના ૨૪ થી વધુ ગ્રંથ થશે.
આ પણ વાંચી ગયા કે મહાગુરૂ માસ મઅલર એક કવિ પિતાના પુત્ર છે. એઓ પોતે પણ કવિ છે. કવિતાનાં ખાસ પુસ્તકે નથી લખ્યાં પણ એમના પ્રત્યેક ગ્રંથ કે નિબંધમાં કવિવશક્તિની સુવાસના પ્રસરી રહી છે. ગમે એવા અગમ્ય વિષયવિષે વિવેચન કરતાં પણ એમની ભાષા સદા સરળ, સુશોભિત, અને કવિત્વચમતકૃત્તિથી ભરપૂર લાગે છે. અને આવી સુવૃત ભાષા બીજાઓ પેઠે, કાંઈ ન્યાય કે સત્યવિષેના પિતાના અજ્ઞાનને ઢાંકવા માટે પિતે વાવતા નથી. કને સંવાદ કરવાની રૂચી નથી; કારણ એમની પ્રકૃત્તિ અત્યંત દયાશીળ અને અનિષેધક છે. એઓ કહે છે કે ગમે એવો ધર્મ હોય તેમાં કાંઈ પણ સત્યનો અંશતો છેજ. એ એમના સ્વભાવનું લક્ષણ છે. તે પણ જ્યારે વાદવિવાદમાં ઉતરવું પડે ત્યારે તે કોઇથી ડરતા નથી, અને સાથી પક્ષવાળાના હુમલાને હઠાવવામાં કાંઇ બાકી રાખતા નથી.
આપણું ગુરૂ ચૂરપનાં સઘળા વિદ્વાન મંડળના એક માંડળિક (સભા. સ) છે. પ્રશિયા દેશના નાઈટ છે. ઈગ્લેંડને તે તેઓ એક પ્રિય પુત્ર થઈ રહ્યા છે. ત્યાંના વિદ્વાને એને છોડતા નથી ત્યાંના પરાક્રમી પુરૂષોના એ પ્રમુખ મંડળમાં છે. વિલાયતના મહાભા એમને મિત્ર કેહવામાં માન અને શેભા માને છે. એઓ જન્મ કાંઈ અંગરેજ નથી. તોય અંગરેજી ભાષા એવી તે ઉત્કૃષ્ટ વાપરે છે કે ભલા ભલા અંગરેજ પણ બાજુ રહે. હજાર વિદ્વાન અને લાખો અભ્યાસી એમના પ્રશંસી થઈ રહ્યા છે.
શબ્દશાસ્ત્રવિદ્યાના તે એમને સ્થંભ કહિયે તો ચાલે; એ નવાં પણ અતિઉપયોગી શાસ્ત્રમાં એમના બરાબરિયા જ નથી. ધર્મશાસ્ત્ર અને ભાષાશાસ્ત્રના નાનવિષે એમની બુદ્ધિ કેવળ અનુપમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com