________________
(૧૭) તે પ્રિય શબ્દો બોલે છે. આવા અહિં બેસ, હું તને તે સમજાઉં, અને જે હું કહું તે ઉપર બરાબર લક્ષ રજે.” . અને તે બોલ્યો “ખરે, પતિ જે પ્રિય છે તે માત્ર તેને પતિ દાખલ ચાહવા માટે નહિ; પણ એટલા માટે પ્રિય છે કે તેથી તું આત્માને ચાહે.
* “ખચિત, પ્રિયા કાંઇ એટલાજ માટે પ્યારી નથી કે તેને પ્રિયા દાખલ ચાહવી, પણ આત્માને ચાહવામાં આવે માટે પ્રિયા વાહલી લાગે છે.
“ “ખરે, પુત્ર પિતાને પ્યારા છે તે એટલા માટે નહિ કે પિતા પુને ચાહે, પણ આત્માને ચાહવામાં આવે માટે પુત્ર પ્રારા છે.
“ખરે, દ્રવ્ય એટલા માટે પ્યારો નથી કે તમે દ્રવ્યને ચાડે પણ તમે આત્માને ચાહો માટે દ્રવ્ય પ્યારો છે.
“ખરે, બ્રાવણ વર્ગ પ્યારો છે તે કાંઈ એટલા માટે નહિ કે બ્રાહ્મણ-વર્ગને ચાહવામાં આવે, પણ તમે આત્માને ચાહે માટે hહ્મણ વર્ગ ખારે છે.
ખરે તમને ક્ષત્રિ વર્ગ પ્યારો છે ને એટલા માટે નહિ કે ક્ષત્રિવર્ગને ચાહવામાં આવે, પણ તમે આત્માને ચાહે મટે ' ક્ષત્રિ-વર્ગ પ્યારો છે.
• “ખરે, આ સષ્ટિ (સર્વલોક) તમને પ્યારી છે તે એટલા માટે નહિ કે સૃષ્ટિને તમે ચાહે, પણ તમે આત્માને ચાહે માટે સૃષ્ટિ પ્યારી છે.
“ “ખરે, ૨ પ્યારા છે, તે તમે દેવોને ચાહે તેટલા માટે નહિ, પણ તમે આત્માને ચાહો માટે દેવ પ્યારા છે.
“ “ખરે, તમને પ્રાણિ પ્રિય છે તે એટલા માટે નહિ કે તમે પ્રાણિયોને ચાહો; પણ તમે આત્માને ચાહે માટે પ્રાણિયો પ્રિય છે.
“ “ખરે, પ્રત્યેક વસ્તુ તમને પ્રિય છે, તે એટલામાટે નહિ કે તમે તેને ચાહે, પણ તમે આત્માને ચાહે માટે પ્રત્યેક વસ્તુ પ્રિય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com