________________
(૧૩)
મી. બહેરામજી મેરવાનજી મલબારીએ થોડુંકની વાત ઉપર એક સુંદર ગુજરાતી કવિતાનું પુસ્તક છપાવી બહાર પાડયું છે. હમે સાંભળ્યું છે કે કર્તા પિતાના દેશની ભાષામાં એક વિદ્યાન અને રસીક જુવાન ગ્રંથકાર છે. એ કવિતાઓ ત્રણ ભાગમાં વહેચી છે. ઉપદેશરૂપી, કરૂણારૂપી અને વિનોદરૂ પી; અને
એ દરેક જાતની કવિતામાં કર્તા પ્રવિણ છે. એ પુસ્તકમાં એક ચિજ ધ્યાનમાં રાખવા જોગ છે, અને તે એ કે આ જુવાન કવિએ દેશી કર્તાઓના પુસ્તકમાં અવલોકન શકિત જે ઘણું જુજ જોવામાં આવે છે, તે પોતામાં પુરાકલ બતાવી આપી છે. તા. ૧ લી માર્ચ ૧૮૭૬.
બાઓ ગેઝેટ.
નીતિવિનોદ સાનંદાશ્ચર્ય ઉપજાવનારું પુસ્તક છે. આ પુસ્તકમાં જેવું ગુજરાતી લખાયું છે તેવું લખાણ કરવાને મુઠીભર પારસી પણ શેધી કહાડવા મુશકેલ પડશે. બાર બાર સદી સુધી ફેકટ ફાંફાં મારી જે ભાષા શિખવાને તેમને કુદરતે શકિત નથી આપી, કાંતિ તેઓ આલસુ રહ્યા છે, તેવી ભાષામાં પણ આવી પ્રવિણતા મેળવી શકાય; અને ફકત અભ્યાસ અને આગ્રહથી શું રૂડાં પરિણામ નિપજે, તેના દાખલા તરીકે હમ નીતિવિનોદ પુસ્તક શિક્ષક અને સઘળી પ્રજાની હજુર નિર્ભયપણે મુકિયે છિએ, તેમજ એ પુસ્તક વિષે વિદ્યાર્થીઓને અને કટુંબને ભલામણ કરિયે છિયે. તા. ૧૨ મી જુન ૧૮૭૫..
ઈનડિયન સટેટસમન.
ગુજરાતી ભાષામાં શુદ્ધ અને મનને ઊંચું કરે એવાં પુસ્તકની મિટી અછત તરફ જતાં, ગુજરાતી કવિતાના આ સુંદર પુસ્તકને રૂડે માર્ગ ચલાલે એક સ્તુતિપાત્ર યત્ન સુમજવા જોઈએ. યુરપખંડના ઘણા જ પસંદ પડતા વિદાનના પુસ્તકમાં જે પ્રઢ વિચારશીલતા તથા કરૂણ આવે છે તેમાંનું કંઈક આ દેશના લોકના મનમાં પેદા કરવું એ કામ આ કાબેલ જુવાન ગ્રંથકર્તાઓ આ ચોપડીમાં માથે લીધું છે. એક પારસી વિદ્યાર્થીએ બનાવે છે એ જોતાં, એ ગ્રંથકોને ગુજરાતી ભાષામાં તાજુબ કરે એટલી પ્રવિણતા છે, એમ બતાવી આપે છે. તા. ૨૨ મી મે ૧૮૭૫.
ટાઈમ્સ ઓફ ઈનડિયા,
મી બહેરામજી મેરવાનજી મલબારીની બનાવેલી “નીતિવિનોદ” નામની ઉતકૃષ્ટ ગુજરાતી કવિતાની બીજી આવૃત્તિ બહાર પડી ચૂકી છે. શુદ્ધ હિંદુ ગુજરાતીમાં કોને કેટલી અજાયબ જેવી પ્રવિણતા છે તે આ કવિતાઓ ઘણી અછી રીતે દેખાડી આપે છે. પણ આટલામાંજ એ કવિતાના વખાણ પૂરા થતા નથી. એ કવિતાઓ કર્તાની માટી સ્વત કલ્પના દેખાડે છે, અને પોઢ નીતિમાન શિખામણ આપે છે, જે વાત કૉનાં મગજ તેમજ દિલ બંનેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com