________________
( ૧૯૭). જેને માટે ઘણીક ખાબાદમાં કહી શકાય કે વનવાસની નેમ પૂર્ણ રીત સિદ્ધ કરાવનાર અને પ્રસાર કરાવનાર તથા પ્રાચીન બ્રાહ્મણોના ધારાઓથી ખાહલ રખાયા પ્રમાણે દુનિયાં તજી છેલે એકાંતવાસ કરવાનું શિખવનાર તે છે, તે બુદ્ધિમતને અઘટીત આધાર મળી જાય. જયાં સુધી બ્રાહ્મણો આ પિતાની જુની યુકિતમાંથી અનુક્રમે પસાર થવાને, તથા પ્રથમ વિદ્યાર્થી અને ઘરધણી દાખલના ધર્મ બજાવ્યા વિના વનની સ્વતંત્ર સ્થિતિ અથવા પૂર્ણ એકાંતવાસના સુખવિષે આગળથી વિચાર નહિ કરવાને માનસોને સમજાવી શકચા, ત્યાં સુધી એ યુકિત ખરે સેહલી હતી. મહાભારતમાં (અંતિપર્વ, અધ્યાય ૧૭૫) એક પિતા અને તેના પુત્રવચે ચાલેલા સંવાદથી એ અડચણ સારી પેઠે દર્શવિી છે. તે પિતા પોતાના પુત્રને તેના પૂર્વજોને પગલે ચાલવાની શિખામણ ૨ છે, એટલે પહલે શિષ્યાવસ્થાના સર્વ કાયદામમાણે ચાલીને વેદ શિખવાની, ત્યારપછી લગ્ન કરી છેયાં છોકરાંવાળો થવાની, યજ્ઞવેદી બાંધવાની, તથા ઘટતાં બલિદાન કરવાની, પછી જંગલમાં વાસ કરવાની, અને છેલે મુનિ થવાનો યત્ન કરવાની શિખામણ આપે છે. પણ પુત્ર તેની શિખામણ માન્ય કરતો નથી, અને જણાવે છે કે ઘરધણીની અંદગી એટલે વહુ, હૈયાં કરાં, ચ વગેરે બીજું સઘળું વ્યર્થ કરતાં પણ વિશેષ ખરાબ છે. તે કહે છે કે “જે માનસ ગામમાં વસે છે તેના ઉપગ મોતનાં જડબાં છે; વન દેવતાઓનું રહેઠાણ છે એમ શાસ શિખવે છે. જે માનસ ગામમાં વસે છે તેનો ઉપભોગ તેને બાંધવાનું દેરડું છે; ભલાં માનસ એ દેરડું કાપી નાંખીને છુટા થાય છે ભુંડા માનસે કદી તેને કાપતા નથી. એકાંતવાસ સમાનવૃતિ, સત્યતા, નીતિ સુદ્રઢતા, માયા, સદાચાર અને કામકાજના ત્યાગ સરખો માલ બ્રાશ્રણનેમાટે (બીજો) નથી. જે બ્રાહ્મણ ! જ્યારે તું મરવા પડે છે, ત્યારે દ્રવ્ય, કે સગાંવહાલાં કે વહુ એ શો લાભ કરે છે? અંત:કરણમાં ગુહ્ય થઈ રહેલા આત્માને શોધ. તારા પૂર્વ અને તારે પિતા કયાં ગયા છે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com