________________
(ર૧) આવા વિચાર વખત જતાં વધારે વધારે પ્રસરતા ચાલ્યા, અને બુદ્ધ ધર્મ, કે જેમાં બાહરનાં સર્વ કર્મ અને ચિન્હો કાંઇપણ માલ વિનાનાં ગણાતાં હતાં તેને જય પામવામાં નિશે એ વિચારોથી મદદ મળી હતી. મયદના બુદ્ધમતના ૧૪૧-૧૪૨ સૂત્રોમાં આપણે આ પ્રમાણે વાંએ છિયે ઃ
“જે માનસે કામાદિ ઈચ્છાને વશ કીધી ન હોય તેને નગ્નાવસ્થા, જટાભર્યા વાળ, શૂળ, અપવાસ, ભયઉપર સુવું, ધૂળ શરીરે ચળવી, કે સ્થિર હાલ્યા વગર બેસી રહેવું, એમાંનું કશુએ પવિત્ર કરી શકશે નહિ.
જો સારાં વસ્ત્ર પહેરીને પણ જે કોઈ શાંતિ રાખે, ચુપ રહે, મનમારેલો હોય, અંકુશ રાખનાર, નિયમી હોય, અને બીજાં સર્વ પ્રાણિયોમાં તે દોષ જોતો બંધ પડયો હોય, તે ખરેખર બ્રાહ્મણ, શ્રમણ, વેરાગી, ભિક્ષુ છે.
આ સઘળા વિચાર, જેમ આપણા મનમાંથી પસાર થાય છે તેમ હિંદુ ઋષિ (વિચારક)નાં મનમાંથી ફરી ફરી પસાર થયા હતા, અને તેમનાં ધર્મને લગતાં તથા વીરરસ કાવ્યમાં એ વિચાર સાદા અને સુંદર શબ્દોમાં દર્શાવ્યા હતા. મહાભારતમાંથી રાજા જનક અને ચલાલા વચેની વિલક્ષણ વાતચીત મારે હિયાં માત્ર જણાવવી જોઈએ; કે જેમાં સુલભા એક મનમોહન નારીને વેશે રાજા જનકની ખાતરી કરી આપે છે કે એકીજ વેળાએ તે જા તથા જ્ઞાની થઈ શકે, અને વિશ્વમાં રહે તે પણ વિશ્વને લગતો ન હોય, એમ વિચારવામાં તે પોતાને ઠગે છે.
આ જનક તેજ વિદેહને જનક રાજ છે કે જે આમ કેહવામાં કીર્તિ લે કે તેનું રાજધાની શેહર મિથિલા આગથી બળી જાય તો પણ તેનું પોતાનું તે કશુંએ બળે નહિ.
તે પણ પ્રાચીન કાળના બ્રાહ્મણે ખાતરીથી માનતા કે માનસ પિતાની જીંદગી નો પહેલો અને બીજો આશ્રમ પુરો કર્યા પછી, કે જ્યારે તે પચાસ વર્ષની વયે પહોંચત––જે વયને આપણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com