________________
(૨૧૫). આપણને ઘણીક અડચણે મટાડવાને કોઈ પણ બીજી ઉપમા કરતાં વધારે સારી રીતે સહાયતા મળી છે, તે આપણે તપાસી જોઈએ. ઈશ્વરને પિતાપે અને મનુષ્યોને, સર્વે મનુષ્યને તેનાં બાળકપેરે સમજે.
જ્યારે એક બાળક પોતાના પિતાને કોઈ નામે બોલાવવાનો પ્રથમ વેળા યત્ન કરે ત્યારે તે બાળક તેને કોઇ વિશેષ (ખાસ) અને ભાગ્યે જ સમજી શકાય એ નામે બોલાવે તે પિતા શું તે નામની પરવા કરવાનો છે? જે આપણે જાણે કે આપણા બાળકને બહુ ધીમે અને તોતડે બેબડે ઉચાર આપણે માટે છે તો શું આપણે તે ભારે હરખથી માન્ય કરતા નથી? એવુ કોઈ નામ અથવા ખેતાબ છે, પછી તે ગમે એવું મહાન અને માનપૂર્વક હોય, કે જે આપણને પેલા બાળકના ઉચ્ચારકરતાં વધારે સાંભળવા ગમે ?
અને જે એક બાળક આપણને એક નામે અને બીજી બીજે નામે બોલાવે તો શું આપણે તેમને દોષ દઈયે છિયે? શુ આપણે એકસરખાપણું રાખવાની તેમને જરૂર પડ્યે છિયે? તેથી ઉલટું દરેક બાળકને પોતપોતાની વિશેષ બાલિશ રીતે આપણને બોલાવતાં સાંભળવું શું આપણને ગમતું નથી ?
આટલું તો નામ વિષે થયું. પણ વિચારવિષે શું સમજવું? જ્યારે બાળકો વિચાર કરવા અને માતપિતા વિષે પોતપોતાની ક૯૫ના મનમાં ઉપજાવા માંડે છે, ત્યારે જો તેઓ એમ માને કે તેમનાં માબાપ કાંઈપણ કરવાને, કાંઈ પણ આપવાને, આકાશમાંથી તારા પણ લાવી આપવાને શક્તિમાન્ છે, તથા તેમની નાના પ્રકારની પીડા ટાળવાને, તેમના નાના વાંક માફ કરવાને શકિતમાન છે, તો કોઈ પિતા એવા વિચાર માટે કાંઇએ દરકાર કરે છે? તે શું સઘળી વેળા તેમની ચૂક સુધારે છે? જો બાળક પોતાના પિતાને વળી બહુ કરડે પણ ધારે, તે તે પિતા શું તેથી રીશે ભરાય છે? જે પિતાની માતાને બાળકો તે જેટલી ખરેખરી હેય તેના કરતાં વધારે દયાળુ, વધારે લાડ લડાવતી, ખરે જાણે તેને સ્વીકારતાં બાળકી - ધારે સમજે, તે તે માતા શું તેથી નારાજ થાય છે? ખરું, કે નાનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com