________________
આરગિલ જ, કેનસિંગટન તા. ૨૫ મી મે ૧૮૭૯. તમામ મારા ઉપર આટલી મહેરબાની કરી તમારી અંગરેજી કવિતાની એક નકલ મોકલી તેને વાસ્તે હું તમારા ઘણો આભારી થયો છું.
હું છું તમારો હેસાનમંદ શેવક, આગલ.
મને હાલ કહેતાં પરમસંતોષ થાય છે કે હું એને ઘણીજ ઉતકૃષ્ઠ બુદ્ધિ અને ચાલચલણને તથા અસાધારણ વિદ્યાસંબંધી લક્ષણ ધરાવતે જુવાન સમજુ છું. મી. મલબારીએ હાલ મને પિતાની ઈગરેજી કવિતાના ડાક નમુના વાંચવા આપ્યા છે. આ કવિતા ઉપરથી દેખાય છે કે આ બુદ્ધિમાન જુવાન કર્તાને ઈગરેજી ભાષાનું અસાધારણ રીતે બારીક જ્ઞાન છે, અને મને લાગે છે કે એ કવિતા એક જતિબુદ્ધિમાન મગજ, કે જેને ઊંડા વિચાર કરવાની અને નવિન તેમજ સુત ભાષા વાપરવાની ટેવ હોય, તેવા મગજની પેદાશ છે.. ૨૩મી ઓકટોબર ૧૮૭૫,
જન વિલ્સન, ડી. ડી. ......... એ કવિતા ઉપરથી જણાય છે કે કર્તામાં એક અસાધારણ સ્વત કલ્પના તથા કવિત્વભાવ છે; અને એણે ઈગરેજી કાવ્યરચના અતિ સ્તુતીપાત્ર રીતે વસ કરી છે.•••••હું ધારું છું કે મી. મલબારીને પિતાની કવિત્વબુદ્ધિ ખીલવવાને દરેક જાતને આરા ઘટે છે. ૧૫ મી જાનેવારી ૧૮૭૬.
ટી. બી. કેમ
••••••એક પારકી ભાષાની કવિતા બનાવવામાં તમે જે ચારાઈ - ખાડી છે તે તમારી બુદ્ધિની મોટી સાબીતી છે અને તમારી કવિતામાં જે જે વિચારો સમાવ્યા છે તે તમને ઘણા જસ આપનાર છે. તા. ૧૬ મી ડીસેમ્બર ૧૮૭૭.
* વિલિયમ વર્ડઝવર્ષ ....હું તમારી ઈગરેજી કવિતા વાંચી ગયો છું, અને દેશી કર્તાની કલમથી ઈગરેજી કવિતા જે જે મારા વાંચવામાં આજ દીન સુધી આવી છે તેમાં તમારી શ્રેષ્ઠ છે એ માટે તમને દિલોજાનથી મુબારકશ્વદી આપું છું. તા. ૭મી જાનેવારી ૧૮૭૭,
જેમસ ગિબ્સ....... મને કશે શક નથી કે તમને જેઓએ માનપત્ર આપ્યો છે તેએ એ તમારી પિછાન બરાબર કરી છે. તમારી ભાષા સુધારવામાં તમે જે શુભ દાખલે તમારા સ્વદેશિઓને આપ્યો છે તેને માટે તમને મોટી સાબાશી ઘટે છે એવું હું માનું છું.
મોનયિ૨ વિલિઅઝ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com