________________
શાહજાદી આલીસના મરણવિષે ત્રણ ઇંગરેજી બેતો, ધી ઈનડિયન યૂઝ ઈન ઇંગલિશ ગાર્બ, વિલ્સનવિરહ, નીતિવિદ ઈત્યાદી વિષેના મતને ટુંક સાર.
જેનરલ સર ફ્રેડરિક પોનસોનબી મહારાણી તરફથી લખે છે -નામદાર મહારાણીને મેં બેત અને કાગળ આવ્યાં; તે બેથી તે બાજુ ઘણાં ખુશી થયાં અને હુકમ ફરમાવ્યો કે મુંબઈવાળા મી. બહેરામજી મલબારીને મારો ઉપકાર લખી વાળ.
•••••••••• કાગળ અને બેતો નામદાર શહેનશાહબાનુ આગળ ધરવામાં આવ્યાં છે, તે નામદાર કહે છે કે “તમારા પત્રમાં લખેલાં આ ઘણું મિહેરબાની ભરેલાં સંભાવના વચનોની હું દીલ જાનથી કદર બુજું છું, અને મારી વહાલી દીકરી, પરીનસેસ આલીસ, હેસીની વડી ઉમરાવજાદીને મરણની દલગીરીમાં તમારા દીલાસાને વાસ્તે હું તમારો ઉપકાર માનું છું.”
દાર્મસતદનો નો મહેલ, તા. ૧૯ મી મે ૧૮૭૮. હૈસીની નામદાર ગ્રાંડ ડચેસથી મને લખવાને હકમ થયે છે કે તમારી ઈનડિયન યુઝ” ની એક નકલને વાતે તે નામદાર તમારો ઘણોજ દીલોજાનથી ઉપકાર માને છે. એ કવિતાનો કેટલોક ભાગ નામદાર શાહજાદીએ અત્યંત દિલસોજીથી વાંચ્યું છે, અને તમે એક પારકા દેરોના રહેવાસી અંગરેજી કવિતા આટલા બધા રસ અને જેશ સાથ, તથા રાજસેવાના આવા વિચાર સાથ લખે છે, તે જોઈ તે નામદાર બહુ ખુશી થઈ છે, તમે કેવી મતલ- . બથી મિસ કારપેનટરને એ પુસ્તક અર્પણ કીધું છે, તે પણ તે નામદાર સારી રીતે સમજી શકે છે, અને એ પુસ્તકની સગાઇ કબુલ રાખતાં નામદાર સાહાજાદીને બેહદ ખુશી ઉપજે છે.
માનો મને, મારા સાહેબ, તમારે ઘણા ખરા દીલનો બેરન સેકિ.
નામદાર અર્લ નાર્થબુક લખે છે:–મને મિસ મિનિંગની મારફતે તમારું પુસ્તક પહોંચ્યું છે, તેને વાતે હું ઘણો આભારી છું. હું હીંદુસ્તાનના દેશી વિદ્યામાં સુધારો થતો જોઈને હમેશ ઘણા ખુશ રહીશ; અને મને જોતાં ભેટે સંતોષ થાય છે કે મરનાર દાકતર વિલસન મુંબઈમાં જે ભલાઈનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com