________________
(૨૧૦) તો નથી. તેમજ પુત્ર, જોકે પોતાના ધર્મની પદ્ધતિના બંધનમાં મજબુત બંધાયેલો છે, અને પ્રાચીન સંસકારકર્મના નાનામાં નાના નિયમ અતિ સંભાળથી પાળે છે, પણ પિતાના પિતાવિષે અઘટિત શબ્દો ઓચરેત નથી. તે જાણે છે કે મારો પિતા વધારે સાંકડ (શ્રમવાળા) માર્ગમાં થઈ આવ્યું છે, અને તેથી મારે તેની સ્વતંત્ર સ્થિતિ તથા વધારે મેકળા અને છુટા વિચાર માટે બડબડવું ન જોઈએ.
હિંયા પણ, જે ઘણીક શિક્ષા ધર્મના ઐતિહાસિક વિદ્યાભ્યાસથી આપણને મળે છે, તેમાંની શું આ એક નથી ?
જ્યારે આપણે જોઇયે છિયે કે હિંદુસ્થાનમાં જેઓ અતિકાચીન કાળમાં અગ્નિની પૂજા કરતા તેઓ વરસાદ આપનાર ઈદ્રની પૂજા કરનારા સાથે અકેકની પડોસમાં કેવી રીતે રેહતા હતા ; જ્યારે આપણે
ઇછિએ કે જેઓ સર્વ જીવંત પ્રાણીના એક પતિ પ્રજાપતિની આરાધના કરતા, તેઓ એટલા માટે જે બીજા લોકો હજી નાના દેવતાને ભોગ આપતા તેમની તરફ તુચ્છકાર ન દેખાડતા; જ્યારે આપણે જોઇછિયે કે જે લોકો એવું શિખ્યા હતા કે દેવતા માત્ર એક અને સર્વોત્તમ આભાનું નામ છે અને એટલા માટે જે દેવતાની તેઓએ પૂર્વે પ્રાર્થના કરી હતી તેમને માટે ઉભી કીધેલી વેદીને ભાંજી નાખતા ન હતા કે તેમના નામને શાપ દેતા ન હતા, ત્યારે, જોકે વેદકાળના પ્રા. ચીન હિંદુઓ જેટલા રૂડા, ડાહ્યા તથા જ્ઞાની હતા અથવા કદી થઈ શકતે તેમના કરતાં આપણે કેટલીક બાબદમાં બહુ વધારે રૂડા, ડાહ્યા તથા જ્ઞાની હઈશું, પણ તેમનાથી શું આપણને કશુંએ શિખવાનું નથી?
કાંઈ એમ કેહવા માગતો નથી કે આપણે બ્રાહ્મણનો દાખલ તાબેદારીથી પકડી ચાલવું જોઇએ, અને જીંદગીના એક પછી એક આવતા ચાર આશ્રમ તથા ધર્મની એક પછી એક ચહતી પંકતી નવેસરથી દાખલ કરવાનો યત્ન કરજોઇએ. આ અવાચીન કાળમાં આપણી જિંદગી એવા કઠણ અંકુશ તળે રહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com