________________
(૨૭)
એ રહેઠાણ છે. જ્યારે આત્મા ઉપાધિમાં અથવા દહસ્થ હોય છે જ્યારે આ દેહ તે હું, અને હું તે આ દેહ છે એમ વિચારવામાં આવી ત્યારે તે સુખ અને દુઃખને વશ હોય છે. જ્યાં સુધી તે આ પ્રમાણે દેવાનું હોય છે ત્યાં સુધી સુખ અને દુઃખથી તે મોકળો થઈ શકતો નથી. પણ જયારે આત્મા દેહથી જુદો પડે છે જ્યારે દેહથી તે પોતાને જુદો સમજે) ત્યારે તેને સુખ અને દુઃખ વધારે વાર લાગી શકે નહિ, તોય આ આત્મા, શાંત જીવ, અથવા પુરશોત્તમ મરણ પામતા નથી, તે માત્ર પાછો પોતાની શુદ્ધિમાં આવે છે, પોતે જન્મ લીધેલા દેહમે કદિયે સંભાવિના તે માત્ર એક સાક્ષી દષ્ટિ દાખલ બહુ આનંદીય થાય છે, હસે છે તથા રમે છે.
આંખનો તે આત્મા છે, આંખ પોતે તો માત્ર એક સાધન છે; જે બેલેછે, સાંભળે છે, વિચારે છે તે આત્મા છે; જીભ, કાન, મન એતો માત્ર સાધન છે. મન તેની દૈવિક દ્રષ્ટિ છે, અને એક દેવિક દ્રષ્ટિથી જે કાંઇ મનમેહન છે તે જોઈ આત્મા આનંદ માને છે.
હિયાં આપણે જોઈએછિયે કે વનમાં વસનાર હિંદુઓના ધર્મ અથવા તત્વજ્ઞાને જે છેલા તથા શ્રેષ્ઠસ્થળે પહોંચવાની નેમ રાખી હતી તે ખચિત ક્ષયને માટે નહિ. ખરો આત્મા પોતાને પાછો મળ્યા પછી તે અચળ રહેનાર હતા. જેવા આપણે દેખાતા હતા તેવા દેખાતા બંધ પડ્યા; જેવા આપણે પોતાને હોતા જાણયે છિયે તેવા આપણે થઈ છિયે. જે રાજાના બાળકને એક નાતબહાર પુરૂષના પુત્ર દાખલ જાહેર કરવામાં આવે અને ઉછેરવામાં આવે, તે તે બાળક એક નાતબહાર માનસ છે. પણ તે કોણ છે તે વિષે જે પળે કોઈ મિત્ર તેને જણાવે, કે તેજ પળે પિતે રાજકુવર છે એટલું જ માત્ર તે જાણે છે, એમ નહિ, પણ તે રાજકુવર થાય છે અને તેના પિતા પાછળ રાજગાદીએ આ
છે. આપણે માટે પણ એમ જ છે. આપણે જેવા દેખાઈયે છિયે તેવાજ રહિયે છિયે, પણ જ્યારે કોઈ દયાળુ મિત્ર આપણે ખરે. ખર કોણ છિયે તે વિષે આપણી કને આવી કહે છે, ત્યારે આપણે આંખના એક ચમકારામાં બદલાઈ જઇયે છિયે; (જેમ પેલો તરૂણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com