________________
( ૧૯૫) તાનને ઘેર સંતાન થયેલું જોતો, ત્યારે તે જાણે કે આ સંસાસ્તો તેને ત્યાગ કરવો જોઈએ. જે સઘળું તેનું પોતાનું હોય તે પિતાના પુત્રને આપી, પિતાનું ઘર તજી વનમાં વાસ કરવો જોઈએ. આ પ્રસંગે તે વાનપ્રરથ કેહવાત. તેની જોડે જવું કે નહિ એ તેની સ્ત્રીની મરજીઉપર હતું. આ અને વનવાસને લગતી કેટલીક બીજ બાબાવિષે પ્રાચીન સત્તાવાર વિદ્વાનેમાં ઘણો મતફેર જે કીડામાં આવે છે તે ઉપર જેટલું ધ્યાન હજીસુધી આપ્યામાં આવ્યું છે તે કરતાં ઘણું વધારે આપવું યોગ્ય છે. જે મુખ્ય અડચણ નડે છે તે એ છે કે હિંદુ મંડળીની વૃદ્ધિ થતી ગઈ તેમાં આ જુદા જુદા સત્તાદાર ગ્રંથો અમુક સ્થાનિક અને સમાલિક રીવાજ દેખાડે છે, કે એક પછી એક ઉ. ત્પન્ન થયેલા ઐતિહાસિક આયમ દેખાડે છે, તે કેમ મુકરર કરવું. દાખલ લઇએ કે, જ્યાં જ્યાં આ સંસાર તજી એકાંતવાસમાં જવાનું દ્રઢપણે અમલમાં લાવવામાં આવ્યું હશે ત્યાં ત્યાં દેખીતુ છે કે વારસાને લગતા કાયદા એ ગેઠવણઉપર બહુ આધાર રાખતા હશે; અને પિતાના પતિની પાછળ સી ગમે તો જાય કે નહિ, એ તેની મરજીઉપર રહ્યાથી હિંદુ કુટુંબોની ઘરસંસારી ગોઠવણો ઉપર પણ ઘણી અસર થઇ હશે. પણ આ સઘળા ભેદ છતાં, આ વાત તે કેવળ એકસ છે કે જ્યારથી એક માનસ વનમાં દાખલ થયે ત્યારથી તે વિચાર અને કાર્યની બાબદમાં પર્ણ છુટ ભેગવતે. થોડો વખત તે અમુક કિયા કરે, પણ એ કિયા ઘણું કરીને માત્ર મનમાં જ થતી. જેમ આપણે આપણા મનમાં એક મધુર સ્વર ગાઇ જઈએ, તેમ આખા ય તે પોતાના મનમાં વિચારી જતો, અને આ પ્રમાણે જે તેને કરવું ઘટે તે સઘળું કરતો. પણ થોડા વખત પછી
એ કામનો પણ અંત આવ્યો. આપણે વાંએ છિએ કે વાનપ્રો પિતા ઉપર કેટલીક જાતની કઇ ખેંચતા, કે જે તેમના સામાન્ય નામથી જણાય છે; પણ સ્વાર્થ માટે થતું દરેક કામ, અને વિશેષકરીને આવતા ભવમાં બદલે મળવાની આશાથી કીધેલું દરેક કામ, માત્ર નકામું છે, એટલું જ નહિ, પણ વળી નુકશાનકારક છે, એવો વિચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com