________________
(૧૮) જ્યારે યમ પાછો ફર્યો ત્યારે આ ચૂકને અંગ વાળવા માટે તે તેને ત્રણ બક્ષિશ માંગી લેવા કહે છે.
નચિકે જે પહલી બક્ષિશ માંગી લીધી તે એ હતી કે, મારો બાપ મારી સાથે વધારેવાર રોષિત ન રહે.
બીજી એ હતી કે, યમ મને કાંઇ અમુક પ્રકારનો યજ્ઞ કરતાં શિખવે.
વળતી, ત્રીજી આ પ્રમાણે હતી ? નચિકેત બોલ્યો:
“કે જ્યારે માનસ મરણ પામે છે ત્યારે કેટલાક કહે છે કે તે છે, અને બીજા કહે છે કે તે નથી, એ સંશય ચાલુ છે ? આ તારી પાસેથી શિખી મને જાણવા ગમે છે, મારાં માગી લીધેલાં દાનમાં આ ત્રીજું છે. '
યમે ઉત્તર વાળ્યા છે આ વિષયવિષે તે પૂર્વે દેવોને પણ શક હતા; એ સમજવું સેહલું નથી. એ વિષય બારીક છે. તે નચિકેત, કોઈ બીજું દાન માગ. આ ઈછા પૂરી પાડવાની મને જરૂર ના પાડ. એમાંથી તો મને જવાદે.”'
છે “ જે ઇચ્છા મનુષ્યને પુરણ થવી કઠણ છે તેમાંની જોઈએ તે તું માગ. આ સરખી સુંદર કુમારીકાઓ તેમનાં ૧૫ અને વાજિંત્ર સહિત ખરેખર માનસોથી તે મેળવી શકાય નહિ , અને જે કુમારીકાઓની સેવામાં માનસો રહે તેવી કુમારીકાઓ હું તને સાપું છું. પણ મને મરણવિષે કાંઈ પુછ ના.''
• નચિકેત બોલ્યો “હે યમ, એ સઘળાં તે કાલ સુધી ટકશે. તેઓ સઘળી ઈદ્રિયોનું જોર ઘસી નાખે છે. આખી જીંદગી પણ વળી ટુંકી છે. તારા ઘેડા અને તારાં નાચરંગ, ગાનતાન, એ સઘળું તારીજ કને રાખ. કોઈપણ માનસને દ્રવ્યથી સુખી કરી શકાય નહિ. અરે યમ, જયારે અમે તને જોઈએ ત્યારે અમે શું દ્રવ્ય રાખીશુ ? નહિ, અરે યમ, જેવિશે અમને શક છે, તે મહા ભવિષ્યમાં શું છે તેવિશે અમને કહે. આ ગુહ્ય સૃષ્ટિમાં જે આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com