________________
( ૧૮૫) ઉપનિષત્માં જોકે એક મત બીજા મતનું ખંડણ કરતો જણાય છે, પણ તેમાં જે જે આવે છે તે તેઓને મન પિતાના અતિધર્મગ્રી ઇશ્વરજ્ઞાનના નિયમ પ્રમાણે માત્ર સંપૂર્ણ સત્ય છે; અને પાછલા વખતના સંપ્રદાય, જેઓ ઘણી અગત્યની બાબદમાં એક બીજાથી વિરૂદ્ધ છે. તેઓ પોતાના મતના ટેકામાટે ઉપનિષદ્ર ના એકાદ વાકયમાં સદા કાંઈક જાતની સાબિતી શોધવાના કેવા યત્ન કરતા રહે છે એ જોઈ નવાઈ લાગે છે.
વેદ ધર્મમાંનું પ્રસારણ.
પણ પ્રાચીન હિંદુ ધર્મને એક છેલી વાર સાબેત કરવા માટે એક બીજી બાબદ છે જે ઉપર આપણે સંભાળથી દયાન આપવું યોગ્ય છે.
એમાં તે કાંઈ સંદેહ નહિ કે સંહિતા એટલે પવિત્ર મંત્રિોના સંગ્રહમાં પણ આપણે ઇતિહાસ પ્રકાશનાં દેખીતાં ચિન્હો જોઇશ. મારાં આગળ ભાષણમાંનાં કેટલાંકમાં આ ચિન્હો દેખાડવાનો યત્ન કર્યો છે, જે કે મેં તેજ વખતે ટીકા કરી હતી કે વિચારનાં આ રૂપને કાળમાપથી તેલ કરવો એ મને લગભગ વ્યર્થ લાગે છે. માનસની બુદ્ધિ જે વર્ષ અને સદીસાથે કાંઇ સંબંધ ધરાવતી નથી, તેને માટે કાંઈક છુટ રાખવી જોઇએ, અને આપણે એટલું પણ ભૂલી જવું નહિ જોઈએ કે અરલે, જે આ પણને વારંવાર કે ઘણાજ વિતામાં આગળ વધેલા હિંદુ તત્વવત્તાની યાદ આપે છે, તે તથા ધાર્મિક કવિ વોટસ એક જ વખતમાં થઈ ગયા છે.
તે પણ આપણને એમ કેહવાની સત્તા છે કે, સાધારણ રીતે બોલતાં પ્રાચીન કાળમાં, અને વેદકાળ સરખા વિદ્યાશાસ્ત્રના પ્રારંભ કાળમાં, ઉષા તથા સૂર્યની સ્તુતિ વિષેના મંગે અદિતિને અપેલા મંત્ર
૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com