________________
(૧૮) ગુમાવી છે અને બીજાઓ દરેક યા એક ઠગાઈ, એક જાળ છે એમ જણાવે, તે પ્રજાના લોકો એક જ ધર્મવાળી પ્રજા દાખલ કેમ સાથે રહી શકે? જે પુસ્તકોમાં અકેકનું ખંડન કરનારા મત આવેલા હોય તે પુસ્તકો આખાને આખાં જ પવિત્ર, તથા ઇશ્વરે પ્રગટ કરેલાં, એટલે પ્રગટ કરવાના ઉંડામાં ઉંડા અર્થમાં ગણેલા, એટલું જ નહિ પણ સત્યની બીજી કોઇપણ પરિક્ષાની હદબહેર પહેલાં કેમ ગણી શકાય ?
તે પણ હજારો વર્ષ થયાં એમ જ હતું, અને એ અંતરમાં આજ સુધી જે જે સઘળા ફેરફાર થયા છે તે છતાં હજી જયાં જ્યાં પ્રાચીન વેદ ધર્મ ચાલુ છે ત્યાં એમજ છે. ખરી વાત એમ છે; જે કાંઈ આપણને કરવાનું છે તે એજ કે એ ધર્મ સમજો અને કદમ ચિત એ ઉપરથી કાંઇ શિક્ષા પણ લેવી,
ચાર જ્ઞાત.
હિંદુસ્થાનનાં પ્રાચીન ભાષા અને શાસ યુરપના વિદ્વાનોના હાથમાં આવવા લાગ્યાં તેની પૂર્વ બ્રાહ્મણને, બીજી સર્વ જ્ઞાતિના લોકોથી પિતાના ધર્મજ્ઞાનનો ભંડોળ આગ્રહક કાળજીથી સાચવી રાખનાર ધર્મગુરૂઓના એક નાનાં મંડળદાખલ, અને એ પ્રમાણે એક અજ્ઞાન પ્રજા ઉપર પોતાની શ્રેષ્ઠતા નિભાવી રાખનાર દાખલ દર્શાવવાનો ચાલ હતો. આવો આરોપ કેવળ નિરાધાર છે તે જાણવા માટે સંસ્કૃત શાસનું માત્ર સેહેજ જ્ઞાન જોઇએ છે. માત્ર એક જ જ્ઞાત, શુદ્રને, વેદ શિખવાની બંધી કરી છે. બીજી જ્ઞાતિ, લશ્કરી અને શેહરી વર્ગને, કોઈ અટકાવને બદલે, વેદનું જ્ઞાન મેળવવાની ધર્મશા હતી. સઘળાને વેદ શિખવા પડતા હતા, માત્ર વેદ શિખવવાનો અધિકાર બ્રાહ્મણોને જ જોગવવા દેવામાં આવતો હતો. ધર્મની વંશપરંપરા ઉતરતી આવેલી રૂઢિ તથા માત્ર સંસ્કારવીતિયોજ ઉતરતી જાતિને શિખવવામાં આવે, અને બ્રાહ્મણોને માટે એક પ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com