________________
(૧૮૪) ભેદ ઉપગી થઈ પડે એ મારાથી ના કહેવાય નહિ. પણ જે વિષ ધર્મ સાથે સંબંધ રાખે છે, તેતરફ જયારે આપણે જોઈએ, ત્યારે આપણને માલમ પડે છે કે એ વિષ તે તેજ સદા હતા અને હાલ પણ છે, કે જેમના ઉપર તત્વજ્ઞાનનું બંધન બંધાયું છે, એટલું જ નહિ, પણ તેમાંથી તવજ્ઞાન નિકળ્યું છે. અંતવાનની પેલી મેર અને અંતવાનની અંદર જે અનંત છે તેવિશેના વિચાર અને સમાજ ઉપર જે ધર્મ પિતાની સત્તા માટે આધાર રાખે છે તે વિચાર અથવા તે સમજની યોગ્યતા જે શારસ નહિ નકી કરે તે બીજું કોણ કરે? માનસ પિતાની ઈકિયાથી અંતવાનને સમજવાની જે શકિત ધરાવે છે અને પિતાના મન ઉપર પડતા એકલા અને તેટલામાટે એતવાન છાપને પોતાની બુદ્ધિથી માનસિક ખ્યાલોમાં ફેરવી નાખવાની તે જે શકિત ધરાવે છે તે શકિત જે તત્વજ્ઞાનિ નકી નહિ કરે તો કોણ કરે છે અને ઈદ્રિ અને બુદ્ધિ એ શબ્દોને તેમના સાધાપણ અર્થમાં લઈએ તો એ બંનેની સદાની વિરૂદ્ધતા છતાં માનસ અનંતની હયાતી ખાતરીપૂર્વક જણાવવાને હક ધરાવે છે કે નહિ એ જે તત્વજ્ઞાનિ નહિ તે કોણ શોધી કાઢશે ? જો આપણે ધર્મને તત્વજ્ઞાનથી જાદો પાડશે તે તેને દોષિત કર્યા જેવું છે. અને જો તત્વજ્ઞાનને ધર્મથી જુદુ પાયે તો તેને નાશ કર્યા જેવું છે.
પ્રાચીન કાળના બ્રાહ્મણે જેઓ લાકિક અને ધાર્મિક લખાશનીવચે અતિ બારીક ભેદ રાખવામાં અને પોતાના ધર્મશાસનું પવિત્ર અને ઈશ્વરે પ્રગટ કરેલું લક્ષણ સાબીત કરવામાં આપણા ખ્રિસ્તી ધર્મના મુખ્ય ઉપાધ્યાઓ કરતાં પણ વધારે ચતુરાઈદેખાડી ગયા છે તેઓ ઉપનિષત્રે સદા પિતાના પવિત્ર પુસ્તકો માટેનું એક ગણતા. ઉપનિષદ Wતિ એટલે પ્રકટીકરણને લગતા છે જેથી નિરાળા સ્મૃતિ વગેરે તેઓના વિદ્યાને લગતા ગ્રંથના સઘળા ભાગે આવ્યા છે, જેમાં તેઓના પવિત્ર ધારા વીરરસ કવિતા અને તેઓનાં અર્વાચીન પુરાણ પણ સમાયેલાં છે. પ્રાચીન કાળના ઋષિયોને મન તેમનું તત્વજ્ઞાન તે ચેન્ન અથવા સ્તુતિભજનના સ્થળ જેવું જ પવિત્ર સ્થળ હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com