________________
( ૧૮૧) છે તે જાણવા સિવાય બીજી કાંઈ ઇચ્છા નચિકેત રાખતા નથી.”
છેલ્લે, પોતાની અતિ મરજી વિરૂદ્ધ યામને આત્માવિષેનું જ્ઞાન તેની આગળ કહી દેવાની ફરજ પડી :
તેણે કહ્યું કે “જે મૂઢ અજ્ઞાન સ્થિતિમાં રહે છે, જેઓ પોતાની નજરમાં જ ડાહ્યા છે અને નિર અર્થે જ્ઞાનથી છલકાઈ ગયા છે. તેઓ જેમ આંધળાને આંધળા દરો લઈ જાય તેમ અહિંથી તેહિ અને તંહિથી અહિં લપેડા ખાતા ગોળ ચકરાવામાં ફરતા ફરે છે.
દ્રવ્યની ખોટી માયાથી ઠગાયેલાં બેદરકાર બાળકની આંખ આગળ ભવિષ્ય કદી બહાર નિકળતું દેખાતું નથી. તે વિચારે કે આ તેજ દુનિયાં છે; બીજી કોઇ નથી; આ પ્રમાણે તે ફરી ફરીથી મારા કબજામાં આવે છે.'
“જે ડા માનસ પોતાના આત્માવિષે મનન કર્યાંથી પેલે વૃદ્ધ, જેને દેખ બહુ કઠણ કામ છે, જે અંધકારમાં પ્રવેશ પા
છે, જે ગુફામાં છુપાયેલા છે, જે અગાધ ઉંડાણમાં ઈશ્વર દાખલ વસે છે, તેને જાણી લે છે, તે જ ખરેખર સુખ અને દુ:ખને પિતાથી બહુ પાછળ મુકી આવે છે.
જ્ઞાની આભા જનમતો નથી, તેમજ તે મરતએ નથી તે કશામાંથી નિકળે નથી, અને તે કશુંએ થતો નથી. તે વૃદ્ધ, અજાત છે; નિરંતર અને સદાકાળસુધી, જોકે દડ નાશ પામે છે, તે પણ તે નાશ પામતો નથી.'
આત્મા નાનાકરતાં નાનો છે, મોટાકરતાં મેટો છે, અને તે પ્રાણીના અંતરમાં છુપાયેલો છે. જે માનસને કાંઈપણ ઇચછા કે કાંઈ પણ સંતાપ નથી તે તેના કર્તાની મેહરબાનીથી આત્માનો પ્રતાપ જુવે છે.”
જેકે તે થિર બેસી રહે છે, તોપણ બહુ દૂર ચાલી જાયછે : જેકે તે સુઈ રહે છે, તે પણ તે સઘળી જગ્યાએ જાય છે. જે ઇશ્વર હર્ષ પામે છે અને હર્ષ પામતો નથી તેને જાણવાને મારા સિવાય બીજા કોણ શકિતમાન્ છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com