________________
(૧૭૭) “ અને જેમ હવાયેલાં બળતણથી સળગાવેલા વસ્તવમાંથી ધુમાડાના ગોટેગોટા પિતાની મેળે નિકળે છે, તેજ પ્રમાણે, દે મૈત્રેયી, આપણી પાસે જે જગવેદ, યજુવેદ, સામવે અથરવાંગસ: ઇતિહાસ (કથા) પૂરાણ (
વિત્તપત્તિ) વિશા (જ્ઞાન) ઉપનિષg, લેક (પ) સૂત્ર (ગઘનિયમ) અને વ્યાખ્યાન (ટીક), વ્યાખ્યાન (ભાગ્ય), એ સઘળાં જે છે તે આ મહાન્ આત્માના શ્વાસમાંથી બાહેર નિકળેલાં છે. આ સર્વ માત્ર તેનાજ શ્વાસમાંથી નિકળ્યાં છે.'
જેમ સઘળા જળનું મધ્યબિંદુ સમુદ્ર છે, જેમ સ્પર્શ માત્રનું મધ્યબિંદુ ચામડી છે, જેમ સઘળા સ્વાદનું મધ્યબિંદુ જીભ છે, જેમ સઘળા વાસનું મધ્યબિંદુ નાક છે, જેમ સઘળા રંગનું મધ્યબિંદુ આંખ છે, જેમ સઘળા નાદનું મધ્યબિંદુ કાન છે, જેમ સઘળા ઈદ્રિયજ્ઞ પદાર્થોના છાપનું મધ્યબિંદુ મન છે, જેમ સઘળા જ્ઞાનનું મધ્યબિંદુ હદય છેજેમ સઘળાં કાર્યોનું મધ્યબિંદુ હાથ છે, જેમ સઘળી ગતિનું મધ્યબિંદુ પગ છે અને જેમ સઘળા વેદનું મધ્યબિંદુ વાચા છે.”
જેમ એક મીઠાંને ગાંગડા પાણીમાં નાખ્યા પછી તે પાણીમાં પિગળી જાય છે, અને પાછો તેમાંથી બહાર કાઢી શકાતે નથી, પણ તે પાણીને કોઇપણ ઠેકાણેથી ચાખિયે તો તે ખારૂં લાગે છે, તે જ પ્રમાણે, હે મૈત્રેયી, આ મહાન્ આત્મા જે અનંત અને અપાર છે અને જે જ્ઞાનસિવાય બીજા કશાનો બનેલો નથી, તે આ તોમાંથી નિકળે છે અને પાછો તેમાં લોપ થઈ જાય છે. હે મૈત્રેયી, હું તને કહું છું કે જે તે અહિંથી ચાલો ગછે કે પછી કાંઈ જ્ઞાન રહેતું નથી.” આમ યાજ્ઞવલકય બેલ્યો.'
ત્યારે ત્રયી બોલી “મહારાજ, જ્યારે તમે કહે છે કે તે ગયા પછી કોઈ પણ જ્ઞાન હતું નથી, ત્યારે તમે મને આમ બેલી ગુચવણમાં નાખે .”
રર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com