________________
(૨૦) ભાષાનું મૂળ.
ભાષા પહલવેહલી કાંઈ પણ ક્રિયામાં પ્રકટી નિકળે છે. કેટલાંક સાદાંમાં સાદાં કામો જેવાકે મારવું, ઘસવું, આંચકો મારવો, નાખવું, કાપવું, જેડવું, માપવું, ખેડવું, વણવું, ઈત્યાદિ, તે કરતી વેળા અમુક બેતાકાદ અવાજો, જેમ ઘણી વાર હમણાં, તેમ ત્યારે પણ થતા હતા; કે જે અવાજે પહેલાં માગમમાં અને બદલાતા રેહતા હતા પણ આસ્તે આસ્તે વધારેને વધારે થતા ગયા. પહલવેહલે આ અવાજોનો સંબંધ માત્ર ક્રિયા સાથે જોડી શકાય. દાખલા તરીકે મર શબ્દ ઘસવાના, પથ્થર ઘુંટવાના હથિઆરો તિક્ષણ કરવાના કામે સાથે, બોલનાર ઘણું કે બીજા કોઇને પણ હજી યાદ આપવાના કાંઈ પણ ઈરાદા વિના, જોડાયેલો માલમ પડશે. તે પણ થોડા વખત પછી આ મર અવાજથી જાણે એક બાપ પોતે કામે જવાનો છે, એટલે કાંઈ પથ્થરના ઓજાર ઘસવા અથવા ઘુંટવા પોતે જવાનો છે, તે કામ જણાવી શકયા હોય એટલું જ નહિ. અમુક અને સમજ્યા વિના ન રેહવાય એવો ભાર મૂકીને તથા અમુકચાળા કરીને એ શબ્દનો ઉપચાર કર્યાથી, તે બાપ પોતાનાં છોકરાંને તથા ચાકરોને જ્યારે પોતે કામ કરતો હોય ત્યારે આળસુ નહિ રેહવાને સમજાવી શકે. ભર શબ્દ ત્યારે જેને આપણે આજ્ઞાર્થ કહિયે છિયે તે થશે. તે તદન સમજ પડે એવો થશે, કે આપણા ધાર્યા પ્રમાણે માત્ર એક નહિ પણ ઘણાક શખસે, જેઓ એક સામાન્ય ધંધામાં ચુંટાયેલા હોય, તે સર્વ પેહલેથી તેનો ઉપયોગ કરતા આવેલા છે
થોડો વખત રહીને વળી એક નવું પગલું ભરવામાં આવે. પિતાને તથા બીજાઓને આજ્ઞાર્થ કેહવાને માત્ર મર ઉપયોગી થઈ પડે એમ નહિ (મર, ચાલો આપણે કામ કરિયે !) પણ જે પથ્થરો સાફ કરવાના હોય તેઓને એક ઠેકાણેથી બીજે ઠેકાણે–સમુદ્ર કિનારેથી એક ગુફાઆગળ, કે ચાકની ખાણથી તે એક મધપુડાનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com