________________
(૧૪) સૂર્યનું ગણત્વ.
વેદમાંની ધર્મવિષયક કવિતાવિષે આપણને જે આસિવાય બીજી કશી ખબર નહોત, તે સૂર્યની આવી રસ્તુતિ કરેલી વાંચી આપણે એવું કહેવાનું મન થાત, કે અસલી બ્રાહ્મણે સૂર્યને જુદે જુદે નામે પિતાને શ્રેષ્ઠ દેવ કરી પૂજતા હતા; અને વળી એવું પણ કહવાને આપણું મન થાત, કે આ ઉપર કહેલા અર્થ પ્રમાણે તે તેઓ માત્ર એક જ ઈશ્વરને માનનાર, ખરું કેહતાં, એકેશ્વરમતી હતા. તોપણ આ વિચાર સચાઈથી જેટલું વેગળો છે તેટલું બીજું કશું નથી. ખરું કે આ પ્રસારણમાં સૂર્ય એક શ્રેષ્ઠ દેવનું રૂપ ધારણ કર્યું, પણ જે વા આપણે ટાંકી બતાવ્યા છે તેમાં પણ સૂર્યની શ્રેષતા વિષે એવું ખાતરી પૂર્વક કહેલું નથી, કે જે બીજા દેવોનાં મંત્રમાં પણ નહિ કહેલું હોય. એ વાતમાં (ગ્રીક લોકના) ઝીચુસ અને રેમન લોકના) જુષિતરથી સૂર્ય કેવળ જુદે જ છે. અને વેદ-કર્તા કવિયો પણ સૂર્ય દેવ જેને એકવાર સઘળી વસ્તુના કર્તા તથા આધારિતરીકે ગણેલો, તેને બીજી વાર સમુદ્રોનું બાળક પ્રહારો પેદા કરેલો, બીજા રવિમાંને એક, નહિ સરસ કે નહિ નરસ એ દર્શાવવાને એક પળ વાર પણ આંચકો ખાતા નથી.
પ્રાચીન વેદધર્મનો આ એક ખાસ ગુણ છે જેનું નામ મે હિનાથીઇઝમ” અથવા “કેથેનાથીઈઝમ' (ઈઝેશ્વરમત) કરી ઓળખવા કય છે, એટલે એક પછી એક માનવામાં આવેલા શ્રેષ્ઠ દેવો મહિલા અકેકનેજ એકી વખતે શ્રેષ્ઠ ગણવો તે. આ નામ પાડવાનો મારો હેતુ એ છે કે, જે ધર્મવિચારની સ્થિતિને સાધારણ રીતે અને કેશ્વરમત કેહ વામાં આવે છે કે જેમાં ઘણાક દેવો એક શ્રેષ્ઠ ઈશ્વરના હાથ હેઠળ આવી ચુકેલા છે, કે જેથી કરી એક, જેના જેવો બીજો કોઈ નહિ એવો ઇશ્વર મેળવવાની આપણે અતિ ઈચ્છા વધારે પૂર્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com