________________
(૧૩૦) વેદમાત થઈ છે, તે જોકે બીજા ધર્મોને પણ એ પ્રકારમાંથી થઈને જવું પડ્યું હતું એમાં તે શેડો જ શક છે. ઈ. સ. ૧૮૫૮ માં મેં પ્રાચીન સંસકૃત ભણતરનો ઇતિહાસ પ્રગટ કર્યો તેમાં પહલાથી જ મેં ધર્મના આ ઈશ્વર રૂપતરફ ધ્યાન ખેંચ્યું હતું. પષ્ટ પ૩ર માં મેં લખ્યું છે કે “જ્યારે આ પ્રત્યેક દેવની આરાધના કરવામાં આવતો હતી ત્યારે તેઓ બીજા દેવો કરતાં ચઢિયાતા કે ઉતરતા છે, એમ ગણીને તેમની શક્તિની સિમા આવેલી હોય એમ નહિ વિચારવું. દરેક દેવ પ્રાર્થકને મન બીજા સઘળા દેવ જેજ યોગ્ય છે. જોકે આપણાં મનમાં દેવોના બહુવને લીધે પ્રત્યેક જુદા દેવની શકિતની અવશ્ય જોઈએ એમ ધારયાછતાં જે વેળા તેની આરાધના થાય છે તે વેળા તે એક ખરોજ ઈશ્વર લાગે છે અને વળી ઈશ્વર જેટલે જ શ્રેષ્ઠ અને સ્વતંત્ર લાગે છે. કવિની નજર આગળથી બીજા સઘળા રે અલોપ થઈ જાય છે, અને માત્ર તેજ દેવ જે પુજારિયોની સઘળી કામના પુરી પાડનાર છે તે તેમની આંખ આગળ પોતાના પૂર્ણ પ્રકાશસહીત આવી ઉભો રહે છે.
એ તમારામાં કોઈ નાનામાં નથી અને કોઈ જુવાન પણ નથી ; ખરે તમે તે સઘળા મેટા છે”-આ વિચાર જોકે કવિ મણ વિરવત જેટલો સ્પષ્ટ રીતે જાહેર કર્યો છે તેટલો સ્પષ્ટ કદાચ ન હોય, પણ તે વેદમાં આવતી સઘળી કવિતામાં પ્રસરેલો છે. જોકે કોઈ કોઈ વખત નો સ્પષ્ટ રીતે મોટા દેવ અને નાના દેવ, તરૂણ દેવ અને વૃદ્ધ દેવ તરીકે આરાધના કરવામાં આવી છે, (ઋગવેદ ૧, ૨૭, ૧૩,) તોપણ દૈવિક શકિતને માટે સર્વથી વિ. સ્તર્ણ વચન શોધી કહાડવાનો એતો માત્ર એક થન છે, અને કોઈ પણ જગ્યાએ દેવોમાંના કોઈને પણ બીજા દેવના દાસ તરીકે લેખેલા નથી.
તે પણ અનેકેશ્વરમતના સાધારણ અર્થથી જુદો રાખવાને માટે જે મતને મેં હિયાં ઈઝેશ્વરમત એવું નામ આપ્યું છે તે ઉપરથી કોઈએ એમ નહિ માનવું કે એ ઈઝેશ્વરમત માત્ર હિંદુસ્થાનમાં જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com