________________
( ૧૩૧).
હતુ. એ મતનો પત્તો ગ્રીસમાં, ઇટલીમાં, અને જર્મનીમાં મળી આવે છે. જે કાળમાં સ્વતંત્ર ભારતમાંથી પ્રજાએ સ્થાપન થાય છે તેના પૂર્વના કાળમાં એ પત્તો આપણને ઘણું સ્પષ્ટ દેખાય છે. એ વિષે જો હું કહી શકું તે એમકે જાણે એક રાજસત્તાના રાજની પૂર્વના અરાજ સત્તા જેવું, જાણે ધર્મના સામાજિક પ્રકારથી અલગ લોકાભિપ્રાયાનુસાર રાજ્ય પ્રકાર હોય તેમ છે. એનું સિથી સરસ વર્ણન કરવું હોય તો એ ધર્મને ભાષાકાળ કેહવાય. કારણકે જેમ કોઈપણ ભાષાની પૂર્વ એક ભાષા જે પાછળથી પ્રજાની સાધારણ ભાષા કેહવાય છે, તેની પૂર્વે તેને ઉત્પત્તિ ખાપનાર બોલીઓ આવે છે, તે જ પ્રમાણે ધર્મની બાબદમાં પણ છે. તેઓ (દેવો) દરેક ઘરને ચૂલે ચુલે ઉભી થાય છે. જેમ કુટુંબે એકઠાં થયાથી એક જાત બને છે, અને ત્યારે જે માત્ર એકલો ચુલો હતો તે આખા ગામને યજ્ઞવેદી થઈ પડે છે; અને જેમ જુદી જુદી જાતે એકત્ર થવાથી એક રાજય થાય છે, તેમ પેલા જુદા જુદા યજ્ઞકુંડનું એક દેહ બની જાય છે, અથવા તે આખી પ્રજાનું પવિત્ર સ્થાન થઈ જાય છે. આ ક્રિયા સ્વાભાવિક છે અને તેથી તે સામાન્ય છે. માત્ર વેદમાં જેમ એ ક્રિયાને તેની ઠેઠ ઉત્પત્તિથીજ જેટલી સ્પષ્ટ આપણે જોઈએ છિયે તેટલી બીજે કોઇ ઠેકાણે જોતા નથી.
જુદા જુદા દેવાની શ્રેષ્ઠતા.
--00
થોડાક ઉદાહરણથી આ વાત હજીપણ વધારે સ્પષ્ટ થશે. બીજા મંડળના પેહલા મંત્રમાં અગ્નિને સર્વ જગતનો પતિ, મનુષ્ય માને ધણી ડાહ્યો રાજા અને મનુષ્યનો પિતા, બંધુ, પુત્ર અને મિત્ર કહ્યું છે, એટલું જ નહિ પણ બીજા સઘળા દેવાની શકિત અને સંજ્ઞા સ્પષ્ટ રીતે અગ્નિને લાગુ પાડવામાં આવી છે. ખરું કે એ મંત્ર વધારે અર્વાચીન કાળના કાવ્યોને લગતું છે; તોપણ જોકે અગ્નિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com