________________
(૧૬) વેદકાળના કવિયો હવે વધારેવાર આકાશ અથવા અરૂણોદયનાં કિર્તન ગાતા નથી. તેઓ ઈદ્રનું ચાતુર્ય તથા વિશ્વકર્મન્ અને પ્રજાપતિના ડહાપણવિષે કાંઈ સ્તુતિભજન કરતા નથી. જેમતેઓ પોતે જ કહે છે તેમ જાણે “ધુમસથી ઢંકાઈ અને ખાલી નિરર્થ વચનોથી જાણે વિંટળાઈ ગયા છે. બીજો કવિ કહે છે કે “મારા કાન, મારી આંખે, અને વળી મારા હૃદયવિશે જે પ્રકાશ રહે છે તે પણ અલોપ થાય છે મારું મન પિતાની અતિ છેટે જતી આતુરતા સહિત મને છોડી જાય છે; હું શું કહું અને શું વિચારું
અથવા વળી “હું પોતે કાંઈ જાણતા નથી તેથી હિંયાં ? ષિ જાણે છે તેમને હું પુછું છું; હું પોતે અજ્ઞાન હોવાથી શિખવામાટે; જેણે છ દુનિયાં સ્થાપી છે તે જ શું તે એક છે કે જે અજાત આત્મારૂપે હયાત છે?'
આ સઘળાં તુફાને એક વધારે પ્રકાશિત આકાશ અને એક ને વી વસંતઋતુવિષે ખબર આપે છે. એટલે આ સંશયી વિચારો છે તે ઇશ્વરવિશે વધારે શ્રેષ્ઠ ખ્યાલ ઉત્પન્ન થવાનાં ચિન્હો છે.
છેલે તે એક, તે આત્માની હયાતી હીંમતથી જાહેર કરવામાં આલે છે, કે જે પોતાની મેળે જીવતા જણાય છે, જે સઘળી પેદા થયેલી વસ્તુ આગળનો જીવતો જણાયો છે અને જે દેવો કરતાં પણ એટલો બધો આગળનો જીવતા જણાય છે કે, તે દેવે પોતે પણ એની ઉત્પત્તિ કયાંથી થઈ તે જાણતા નથી.
આપણને જણાવવામાં આવ્યું છે કે “સૃષ્ટિમાં કાંઈ પણ હતુ ત્યારપેહલાં, મોત અથવા અમરતા હતાં ત્યારપેહલાં, દિવસ અને રાત્રિની વચ્ચે કાંઈએ ભેદ થયો ત્યાપેહલાં, તે એક હયાત હતા. તે, જે શ્વાસરહિત છે, તે પોતાની મેળે શ્વાસ લેતા. તે સિવાય કાંઈ બીજી તેના જેવું થયું નથી. તે વેળા સઘળું અંધકાર હતું. પ્રથમમાં દરેક વસ્તુ ધુમસપેરે કાળાશથી ઢંકાઈ ગયેલી હતી–સઘળું જાણે પ્રકાશવિનાના મહાસાગર જેવું હતું. ત્યારપછી તે બીયું, જે છાલાં થી ઢંકાયેલું હતું, એટલે પેલો એક ગરમીની શકિતથી પેદા થયો.”
૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com