________________
- (૧૬૨ ) એપ્રમાણે કવિ સઘળી વસ્તુના પ્રારંભના સિદ્ધાંતવિષે, તથા તે એકના અનેક કેમ થયા, તે અજાણ્ય, જાણીતા અથવા નામવાળા કેમ થયો, અનંત તે અંતવાનું કેમ થયો, એ સઘળાવિષે ચિંતન કર્યો જાય છે, અને છેલે સરવાળે આ લીટીઓ તેના મુખમાંથી નિકળી પડે છે: “તે ભેદ કોણ જાણે છે? હિયાં તેને કોણે પ્રગટ કર્યો? આ ભાતભાતની ઉત્પત્તિ કયાંથી, અરે ક્યાંથી નિપછ? દવે તે પણ પાછળથી હસ્તિમાં આવ્યા. આ ઉમટી પેદાશ કયાંથી ઉત્પન્ન થઈ તે કોણ જાણે છે? જેની આજ્ઞાથી આ સઘળી મટી પેદાશ નિપછ–પછી તેણે તેની મરજીથી સરળ્યું અથવા મરજીવિના– એ સઘળું જે સૌથી મોટો જાણનાર છે (ઋષિ છે, જે સૌથી ઉંચા (૪) આકાશમાં રહે છે, તે જાણે છે, કદાપિ તે પણ જાણ ન હોય.'
આ વિચારે જે જગવેદના મંત્રોમાં માત્ર પહેલાં નજરે પડતા ઝાંખા તારા જેવા ખાય છે, તે જેમ જેમ વખત વહે છે તેમ સંખ્યામાં અને પ્રકાશમાં વધતાં જાય છે; અને છેલે એટલે સુધી, કે જેને ઉપનિષદ કહે છે તેમાં તેઓ એક પૂર્ણ આકાશગંગાના પ્રકાશપેઠે ખુલા દેખાય છે; આ ઉપનિષ૬ વિદ્યાને લગત છેલો જ ગ્રંથ છે કે જે હજી વેદકાળને લગતે ગણાય છે, જો કે તેની અસર તે કાળની હદ બાહર બહુ લંબે પચે છે.
ઉપનિષદૂમાંહેનું તત્ત્વજ્ઞાન.
તમને યાદ હશે કે જેને આપણે મંત્ર-કાળ કહિયે છિયે તેની પડે તરતજ બ્રાહ્મણ એટલે પ્રાચીન કાળના થોવિષે વર્ણન અને દ્રષ્ટાંત આપવાની ધારણાથી રચાયેલાં ગાનાં પ્રાચીન પુસ્તકોને કાળ આવે છે.
આ બ્રાહ્મણને છેડે ઘણુ કરીને આપણને એક આરણ્યક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com