________________
(૧૧૮) રહેલા છે. પણ તે સઘળા વિચારોને પૂર્ણ રીતે અર્વાચીન ભાષામાં કહી બતાવવા એ લગભગ અશક્ય છે. જ્યારે વેદ કાળના કવિ, પર્વતને પિતાનું રક્ષણ કરવા આરાધે છે, અથવા નદિયોને પિતાનું નીર આપવા અરજ કરે છે, ત્યારે નદી અને પર્વતને તેઓ દેવ - રીકે ગણતા હૈથ; પણ એમ ગણ્યા છતાં પણ દેવને અર્થે પ્રકાશિત કરતાં કાંઈક વધારે થાય–જેને આપણે દૈવિક કહિયે છિયે તેથી વળી દેવનો અર્થ બહુ દર હો જોઈયે. ત્યારે તે પ્રાચીન ભાષાનો અને તેની ખરી અસ્પષ્ટતાનો ચોકસ અર્થવાળા અર્વાચીન શબ્દો વડે ભાષાંતર કરીને યથાર્થ ભાવ કેમ જણાવી શકાય? વેદ કાળના કવિને મનથી નદિયો અને પર્વતો બેશક જેમ આપણે ગણિયે છિયે તેમજ હતાં, પણ તેઓ તેમને વિષે જે વિચાર બાંધતા તે વિશેષ કરીને ક્રિયાશકત પદાર્થ પેઠે ધારીને બાંધતા, કારણકે તેઓની ભાકામાં એક પદાર્થના નામથી જે સમજવામાં આવતું હતું તે માત્ર એટલું જ કે, જે કાર્યશકિત માનસ પોતામાં છે એમ જાણતો હતો તે કાર્યશકિત તે દર્શાવતું સમજવામાં આવતું. કોઈપણ વસ્તુ જયાં સુધી ક્રિયાશત દાખલ ધારવામાં નહિ આવતી ત્યાં સુધી વેદ-કાળના કવિના મનમાં તે તેવિશે કશએ માલ જણાતો નહિ, અને તેની હયાતી પણ તેમની સમજમાં આવતી નહિ. પણ સૃષ્ટિના અમુક ભાગો ગતિશકત છે એવા તર્કવચે, અને જે ક્રિયાને આપણે સજીવારોપણ અથવા દવપદધારણ કહિયે છિયે એની વચ્ચે હજી માટે ગાળે છે. જયારે તે કવિ સૂર્યવિષે એમ પણ બેલતા કે તે એક રથ પર ઉભો છે, તેણે સોનેરી કવચ સક્યું છે, તેણે પોતાના હાથ પોહળા કીધા છે, ત્યારે પણ એ સઘળું બોલવાને અર્થ તે જે કર્યો તેઓ પોતે કરતા હતા તેનું સ્મરણ કરાવે એવી સૃષ્ટિમાંની કઈ વસ્તુવિષે કાવ્યરૂપી કલ્પના કરતાં કાંઈ વધારે ન હતા. આપણે મનથી જે અતિશયોક્તિ ભાષા (કાવ્ય) છે તે તેને મનથી સાદી ભાષા હતી. જે આપણને એક કઢંગું રૂપાંતર દેખાય છે, તે સાંભળનારાઓને ખુશી કરવા અથવા વિસ્મય પમાડવાના હેતુથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com