________________
(૧૫) જે વેળા આરાધના થાય છે તે વેળા સર્વથી શ્રેષ્ઠ દેવના સઘળા ગુણ તે ભોગવે છે એવો ધર્મ તે શાને કહે છે. જે અર્થે આપણે તે શબ્દ લઈએ છિએ તેમાં કાંઈ તમારે કાવ્યચાતુર્ય જેવાનું નથી. તે પ્રાચીન કવિ પાસે કાવ્યરચનાની ટાપટીપ અથવા માત્ર ખાલી ભપકાદાર શબ્દોને માટે વખત નહતા. તેઓ તો જે કાંઈ કેહવા માગતા તેને માટે જોઈતાં ખરાં વચન શોધવા ભારે મેહનત લેતા. બરાબર બંધબેસતાં વચનથી તેમનાં મનને જાણે વિસામે મલતો હતો. દરેક મંત્ર, પછી તે આપણને ગમે એવું નિર્જીવ કે નિરસ લાગે, તે પણ તેઓનાં મનને તે તે એક શૂરવીર પરાક્રમ, એક ખરો યા હતા. તેમને દરેક શબ્દ અર્થમાં વજનદાર જાય છે, અને તેની ચેકસ અસર થાય છે. પણ જ્યારે આપણે અર્વાચીન ભાષામાં તેનું ભાષાંતર કરવા જઇયે છિયે, ત્યારે તો આપણને એ કામ નિરાશ થઈને મુકી દેવાને વારંવાર મન થાય છે.
- ઋગવેદ ૪, ૧૭:– “ઓ ઈંદ્ર, તું મટે છે. તેને એકલાને પૃથ્વીએ અને આકાશે, તને જ ખુશીથી પોતાનું રાજ સેપ્યું છે.
જ્યારે તે સૂરભેર વૃત્રને માર્યો, ત્યારે એ અસુર જે પાણીના ઝરા ગળી ગયો હતો, તેમને તે છેડી મુકયા.”
તારા પ્રકાશના જન્મકાળે આકાશ ધ્રુ. પથ્વી પણ તેના પિતાના પુત્રના ધના ભયથી ધ્રુજી. મજબુત પહાડો હાલ્યા, જંગલો ભીનાશવાળાં થયાં, અને પાણી (નાં નાળાં) વેહવા લાગ્યાં. .
“શુરભેર વજ ફેકતાં અને એકસરખી રીતે પિતાની શક્તિ દેખાતાં તેણે પહાડો ને ચીરી નાખ્યા. પિતાની વીજવતે તેણે વૃને મારી નાખે, અને પાણી તેમના મજબુત રખેવાળના મરવા પછો ઝડપથી વેહતાં ચાલ્યાં.
તારો પિતા ઘેટુ (તારે લીધે) પરાક્રમી ગણાત, જેણે ઈંદ્રને બનાવ્યું તે હશિયારમાં હશિયાર કારીગર હતાં; કારણ કે તેણે એક એવા દેવને જન્મ દી છે, કે જે પ્રકાશિત છે, જોનો વજ સખત છે, અને જે પથ્વીની પેઠે તેની જગ્યાએથી હીલવાને નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com