________________
(૧૧) કરવા કરતાં, ઘણીક વાર આસપાસની સૃષ્ટિને સમજી લેવાની અશક્તિ અને તેને આપવાનું નામ ન મળી આવવાથી થયું. જે આપણે વસિષ્ઠ અથવા વિશ્વામિત્ર, કે કોઈ બીજા પ્રાચીન આર્ય કવિયોને પુષ્ટિએ, કે શું તમે સોનેરી રંગના દડા જેવો ને સૂર્ય જુવો છો તે હાથ અને પગ, હૃદય અને ફક્સાવાળો કોઈ માનસ છે એવું ખરેખરૂં માનો છો? તે તેઓ ખરે આપણને હસી કાઢશે, અને કેહશે કે તમે અમારી ભાષા તે સમયાછો પણ અમારા વિચાર કળી શકયા નથી.
સવિન એટલે સૂર્ય, એ શબ્દનો જે પહેલાં અર્થ થતા, તે તેની મતલબથી વધારે નહતા. તે સૂ ધાતુઉપરથી નિકળ્યો હતો, જે નો અર્થ જણવું અથવા જીવ આપો, થતો હતો, અને તેથી કરીને જયારે એ શબ્દ સૂર્યને લાગુ પાડવામાં આવતા, ત્યારે તેનો અર્થ માત્ર એટલે જ થતું હતું કે, છંદગી આપવાનાં અને ફળકપ કરવાના કામમાં સૂર્યની શક્તિ જેટલી દેખાતી હતી તેટલીજ અને તેથી વધારે કાંઇ નહિ. ત્યાર પછી જ સવિત એક હાથ ઊપર એક કથાયુક્ત આત્માનું નામ પડયું, કે જેનેવિશે જીવન આપનાર સુરજને લાગુ પડે એવી કેટલીક વાતો કેહવામાં આવે; અને બીજા હાથ ઉપર સવિત શબ્દનો અર્થ દંતકથાને લગતો અને અર્થહિત સૂર્યને માટેનો એક ખાલી નજીવો શબ્દ બની ગયો.
સૂર્યના સંબંધમાં જે ક્રિયા આપણે તપાસતા આવ્યા છે તે કિયા વળી ફરી ફરીને ઘણા ખરા વેદમાંના દેવતાઓમાં આપણે જોઈ શકિયે તે પણ સઘળાજ દેવતાઓની બાબદમાં નહિ. અધે દેવને નામે ઓળખાતા, જેવાકે નદિયે, પર્વતા, વાદળાં, સમુદ્ર, વળી પરોઢિયું, રાત્રિ, વાયુ અથવા તુફાન, એમાંના કોઈયે શ્રેષ્ઠ દેવની પદવીએ પહચતા નથી; પણ અહ, એટલે દેવતા, વરૂણ એટલે ઢાંકણરોકું આકશ, ઈક, વિષ્ણુ, રૂ, સેમ, પર્જન્ય આદિ સઘળાને માટે તે એવી સંજ્ઞા આપવામાં આવી છે, અને એવાં આખાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com