________________
- (૧૧૩) છે તે સ્થીર બેઠા છે; બીજા દે એનાં વખાણ કરે છે એટલું જ નહિ પણ તેઓના અગ્રસરતરીકે તેમને એની પાછળ ચાલવું પડે છે. એક વાક્યમાં તે કહેલું છે કે સવિતએ બીજા દેવાને અમરતા આપી છે; અને માનસ જે એક પછી એક આવે છે તેમના પ્રાણ પણ સહિતની જ બખશેસથી છે. આ સઘળાને અર્થ તો એજ થઈ શકે, કે દેવોની અમરતા તેમજ માનસની અંદગી એ બંને સવિત, જે ઝળઝળાટ કરી મુકનાર સૂર્યનું નામ છે, તેની ઉપર આધાર રાખે છે. છેલે આપણે એ વાત ભુલી જવી નહિ જોઈએ, કે આખા વેદમાં સર્વથી પવિત્ર પદ ગાયત્રિ સૂકતનું છે, જે સવિવની આરાધના કરવા માટે છે –“સવિતનો પૂજ્ય પ્રકાશ આપણે મેળવ્યું” (અથવા હિંદુઓની કથા પ્રમાણે વિષે આપણે મનન કરિયે.) તે આપણાં મનને બુદ્ધિથી પ્રદીપ્ત કરો.”
સૂર્યને લગતા દેવ પૂષન પણ કેટલીકવાર માત્ર એક ક્ષેત્ર દેવની શક્તિથી કાંઈક વધુ શકિત ધરાવતો દીસે છે. જોકે એક જગ્યાએ તેને મૃત્યુલોકથી ચઢિયાતો અને દેવલોકનો બરોબરિયો કહ્યા છે, તે પણ બીજી જગ્યાએ તે જે પણ અચળ છે અથવા ગતિયુકત છે, તે સઘળાંનો એને પતિ કહ્યા છે. સઘળા સૂર્યમંડળના દેવતાની પેઠે તે દરેક વસ્તુ જુવે છે અને સહિતની પેઠે મરણ પામેલાંના આત્માને સ્વર્ગવાસિયોને ધામે લઇ જાય છે, એવી ક૯૫ના કરવામાં આવે છે.
- મિત્ર અને વિષ્ણુવિષે આ તો સારી પેઠે જણાચલુ છે, કે તેઓ પૂર્ણ શ્રેષ્ઠતાને પહોંચ્યા હતા. મિત્ર, પૃથ્વી અને આકાશ કરતાં ચઢિયાત છે અને વળી દેવ માત્રને પણ આધાર છે. વિષ્ણુ સર્વ ગ્રહોનો આધાર છે. ઈદ્રના યુદ્ધમાં વિષ્ણુ તેને સાથી છે, અને તેના મહત્વની મર્યાદાને કેઈથી પિહેચાય જ નહિં. * જયારે આપણે વાંચિયે કે સુધન્વના પુત્ર ભૂઓને સવિતૃએ અમરતા બક્ષી, ત્યારે તે જુદુ જાણવું, કારણ કે આ લુઓ અસલ માનસ હતા, અને માત્ર પાછળથી જ દેશિક ઘા એમ સદા દર્શાવેલું જણાય છે.
પ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com