________________
' (૨૪) ભાષાનાં અત્યંત ઉંડાણમાં પછવાડેથી જણાયેલાં રૂપ જેને આપણે (Figurism) (Animism) આત્મા છવ અને શરીરની વૃદ્ધિનું ખરું સત્વ છે એ વિચાર, (Anthropopathism) ઈશ્વરમાં મનુષ્યનાજ વિકારે છે એ વિચાર, (Anthropomorphism) ઇશ્વરનું રૂપ મનુષ્ય જેવું છે એ વિચાર કહિછિએ, તેનાં ખરા મૂળ રહેલાં છે. તેઓને અંહી આપણે અગત્યની વસ્તુ તરીકે-ભાષા તથા વિચારને લગતી અગત્યની વસ્તુ તરીકે પિછાનિયે છિયે, નહિકે પાછળથી જે સ્વતંત્ર કાવ્યરૂપી ભાવના જેવા તે દેખાય છે તે તરીકે. જે વખતે એક પથ્થરને તેણે પોતે અણિથાળો કીધો હતો તે પથ્થરને પણ પોતાના પ્રતિનિધી તરીકે તે ગણતા હતા, અને તેને કાપનાર, નહિ કે એક કાપવાની વસ્તુ કેહતો હતો; જ્યારે તેના માપ ભરવાનો સળિયો, માપનાર તરીકે તેનો હળ, શાહનાર તરીકે તથા તેનું વહાણ ઉડનાર, અથવા પક્ષી કેહવાતું હતું, ત્યારે નદી અમ પાડનાર, પહાડ અચાવના, ચંદ્ર માપના કરીને નહિ કેહવાય તે બીજી કઈ રીતે કેહવાય ? ચંદ્ર તેણીની, અથવા ખરી રીતે તેની દરરોજની ચાલમાં આકાશ માપતો હોય એમ દેખાતા, અને એમ કરતાં દરેક ચંદ્ર માસનો પરિવરતન એટલે વખત ગણવામાં માનસને ઉપયોગી થઈ પડે. માનસ તથા ચંદ્ર સાથે કામ કરતા હતા, સાથે માપણી કરતા હતા, અને જેમ એક માનસ ખેતર અથવા મોટું લાકડું ભરવામાં મદદ કરે તે માપનાર, કહો કે મા–સ (“મા”=માપવું, બનાવવું ઉપરથી) કેહવાયો તેમ ચંદ્ર પણ માસ= માપનાર કેહવા. સંસકૃતમાં ચંદ્રનું આ ખરેખરૂં નામ છે કે જે ગ્રીક સીસ, લાતિન મેનસિસ, અંગ્રેજી મૂન સાથે લગભગ એક મળતું આવે છે.
ભાષામાં આ પગલાં સર્વથી સેહલાં અને જે શિવકાવિના આપણને નહિ ચાલે એવાં છે. આગળ તેઓ ગમે એવાં ઉલટાં સમજવામાં આવ્યાં હોય, તો પણ હાલતા આપણને પૂર્ણ સમજ પડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com