________________
(૭૨) પ્રથમ દેવતાઓનાં સ્મરણમાં તેનું નામ આવે છે. અને આદિ
ચાની માત્ર આનુમાનિક માતા હોવાને બદલે તે સઘળા દેવતાએની માતા ગણાયેલી છે.
આ વાત સમજવા માટે તેની પોતાની જન્મભૂમી કઈ હતી, અદિતિ એટલે અપાર, અનંત એવું નામ કોણે સૂચવ્યું હશે, અને જગત્માં એવો કો દેખીતો ભાગ હતો, કે જેને પ્રથમ આવું નામ લગાડવામાં આવ્યું હોય, તે જાણવાને આપણે યત્ન કરવો જોઈએ.
અદિતિનું સ્વાભાવિક મૂળ.
હું ધારું છું, અને તેમાં થોડે જ શક છે કે, અદિતિ એટલે અપાર નામ અરૂણોદયના સર્વથી જુના નામમાંહેનું એક હતું, અથવા વધારે ખરૂં બલિયે તો આકાશનો તે ભાગ કે જ્યાંથી રોજ સવારે પૃથ્વીને જે તે પ્રકાશ અને જીવ બહાર પ્રકટી નિકળતા હતા, તેનું નામ હતું. અરૂણોદય તરફ જરી નજર કરે, અને એક ક્ષણવાર તમારૂં જયોતિષ શાસ ભુલી જાઓ; અને હું તેમને પુછું કે રાત્રિના અંધકારને પડદે જ્યારે ધીમે ધીમે ઉંચકાત જાય છે, જ્યારે હવા પારદર્શક અને સચેત થતી જાય છે, અને અજવાળું કયાંથી આવે છે તેની તમને ખબર પડ્યા વગર પ્રકાશ થવા માંડે છે, ત્યારે તમારી નજર લાંબે તાં, જેટલે દૂર જઈ શકે તેટલે દૂર પણ કટ તાણી તાણીને જોયા પછી, શું તમને એમ નહિ લાગશે કે તમે જાણે અનંતની આંખ ભણી જ જોતા હોય ? આગલા વખતના ઋષિયોના મનમાં અરૂણોદય બીજી દુનિયાના સેનેરી દરવાજા ખોલતા હોય એમ લાગતો હતો. અને જ્યારે આ દરવાજા સૂર્યને પિતાને જયવંત માર્ગ આપવાને માટે ઉંઘાડા રેહતા હતા, ત્યારે તેઓનું ચિત્ત અને તેઓની દષ્ટિ બચપેરે આ અંતવાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com