________________
(૧૦૮) આવે છે પણ ખ્રિસ્તિ ધર્મમાં પેદા કરનાર એ શબ્દ જે પ્રતિબંધક અર્થે વપરાય છે, તે જ અર્થમાં માત્ર નહિ પણ સવિત ને નામે તે એક વધારે સ્વાધીન અને અભિનેય રૂપ ધારણ કરે છે. સવિત દાખલ તેને એક સોનાના રથ ઉપર ઉભેલો દેખાડવામાં આવ્યા છે, અને તેના વાળ પીળા અને બાહ, હાથ અને આખા, તેમજ વળી જીભ પણ સોનેરી છે, અને તેનાં જડબાં લોહડાંનાં જણાવેલાં છે. તે એક કવચ અથવા ચળકતા કપીલા રંગને જર્ભે ઘાલે છે, અને ધુળરહિત રસ્તે ગમન કરે છે.
વળી મિત્ર તે પહેલાં સૂર્ય પતિ જ હતા, માત્ર તેનું રૂપજ નવું હતું, અને તેથી તેનું નામે જુદું હતું. તે મુખ્યકારી સહવાર અથવા દિવસને પ્રકાશિત અને આનંદી સૂર્ય છે. કારણ કે સૂર્ય અને દિવસ એ બંને શબ્દો અવાચીન ભાષા માં પણ એકાર્થે વપરાયેલા છે, જેમકે અંગ્રેજીમાં yesterday ને માટે yester sun પણ વપરાય છે. કોઈ કોઈ વેળા કઈ કવિ કહે છે કે સવિત, જે કામ મિત્ર કરે છે, તે જ કરે છે. આ મિત્રનું બહુ કરી વરુણ જોડે સ્મરણ કરવામાં આવે છે. આ બંને દેવતા એકજ રથ ઉપર ઉભારહે છે, જે પ્રહાર ફાટતાં સોનેરી રંગની હોય છે, અને જેના સ્તંભ સૂર્યાસ્ત લોઢાનાં દીસે છે.
વળી સૂર્યનું બીજું નામવિલણ છે. વિષ્ણુ પણ પોતે પૂર્વેને સૂર્યમંડળનો રહેવાસી હતા, એતો તેના ત્રણ વિકમથી બહુજ ખુલી રીતે દેખાય છે, એટલે તેનાં સહવાર, બપોર અને સાંજનાં સ્થળથી દેખાય છે. પણ એનું આ લક્ષણ એના પાછલા દૈવિક કોના પ્રકાશપાછળ જલદીથી અલોપ થઇ જાય છે.
*મિત્ર એટલે સ્નેહી, મિત–લને બદલે વપરાય છે, અને આ મિત્ર–ન, દેશી યાકરણિયો એ અત્યારસુધી સૂચવ્યા પ્રમાણે મિદ્ ધાતુ ઉપરથી ઉત્પન્ન થયો હશે, જેને અર્થ પુષ્ટ થવું પુષ્ટ કરવું, ચળકતું કરવું, ખુશી થવું, ચાહવું, થાય છે. એવી જ રીતને અર્ષને ફેરફાર સ્નિઈ ધાતુમાં જણાય છે. મિદ્ ઉપરથી, મેદા=ચરબી તથા મેદીન= ખુશી કરનાર, મિત્ર, રેડિયો, નિકળ્યાં છે. આથર્વવેદ ૧૦, ૧, ૩૩–ન મેદિના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com