________________
(૮૮) આ માર્ગ છે. અને દહાડે દહાડે આ માર્ગ જેમ ફરવા જાય છે તેમ આ પણે અશ્વિને, દિવસ, રાત તથા એવા જ પ્રકારના દેવતાઓએ પસાર કીધેલા ઘણાક માવિષે સાંભળિયે છિયે.
એમાં બીજી અગત્યનું લક્ષણ એ છે કે, આ માર્ગ જે સાધારણ જતનો માર્ગ કરી કેહવાય છે તેને કેટલીક વેળા વેદના પ્રા. ચીન દેવતાઓમાંહેના એક, રાજ વણે સૂર્યને માટે બનાવેલા માર્ગ તરીકે ગણવામાં આવે છે. (૧,૨૪,૮); કાંકે એ ઉપરથી આપણને સમજ પડે છે કે જે નિયમને કેટલેક ઠેકાણે વરૂણનો નિયમ કહ્યો છે તેને બીજે ઠેકાણે જતનો નિયમ શા માટે કહ્યું છે; તથા જેને બીજે ઠેકાણે ઊત કહી છે તેને, સર્વનો સમાવશ કરનાર આકાશના દેવ વરુણે કેવી રીતે એક સ્વતંત્ર શકિત દાખલ નક્કી કીઘેલી અથવા ઠેરવેલી કોઈ વેળા ધારવામાં આવી છે, તેની પણ સમજ પડે છે. - જ્યારે એક વખત એવું જાણવામાં આવ્યું કે સીધો માર્ગ અથવા સત્ય માર્ગ પકડ્યાથી દેવો અંધકારના બળ ઉપર ફાવી ગયા છે, ત્યારે તેઓના પૂજારિયો પણ તેજ સત્યમાં પોતાને પણ ચાલવાદેવા માટે અર્જ કરે તો તેમાં કોઈ મોટી વાત નહિ. આ પ્રમાણે આપણા વાંચવામાં આવે છે: “ઓ ઇદ્ર જલના માર્ગ ઉપર અમને દેરી લઈ જા, સઘળાં સંકટ ઉપરથી સત્યના માર્ગ ઉપર.
અથવા, “ઓ મિત્ર અને વરૂણ, જેમ કોઈ વહાણમાં બેસાને સમુદ્ર ઓળંગી જાય છે, તેમ અમે તમારા સત્ય માર્ગ ચઢી સર્વ પાપ એળગી જઇયે. વળી એજ દવે, મિત્ર અને વરુણ, પેલી મહાન ઋતની સ્તુતિ કરતા કેહવાય છે. બીજે કવિ કહે છે. હું તને માર્ગે સારી પેઠે ચાલું છું બીજા હાથ ઉપર કેહવામાં આવે છે કે દુષ્ટ તને માર્ગે આડા ઉતરતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com