________________
તેઓને મન તે સર્વે જ હતા–તેઓના તેજસ્વિ આત્માઓ કરતાં, તેઓના દેવો કરતાં વધારે સરસ, અગ્નિ અને ઈદકરતાં વધારે સરસ હતો; કારણ કે જે તે એક વખત તેમનાં- જાણવામાં આવ્યો, એક વખત સમજવામાં આવ્યું, તો પછી તેને તેમનાં મનમાંથી કદી કાઢશકાય એમ નહોતું.
હવે ત્યારે આપણે વેદઉપરથી જે શિખ્યાછિયે તે આ છે, કે હિંદુસ્થાનમાં આપણી જ્ઞાતિના પૂર્વજો પિતાની ઈદ્રિથી, નદિયો, અને પહાડોમાં, આકાશ અને સૂર્યમાં, ગર્જના અને વરસાદમાં, વધતી ઓછી જણાતી ઇશ્વરી શક્તિને માત્ર માનતા હતા. એટલું જ નહિ, પણ વળી તેઓની ઈદ્રિએ સઘળા ધમાનાં બે અતિઆવશ્યક તો સૂચવ્યાં હતાં, એટલેકે અનંતની ભાવના અને નિયમ તથા અનુકમની ભાસના, કે જેમાંની એક, અરૂણદયની પછવાડે એનેરી વર્ણના સમુદ્રમાં અને બીજી સૂર્યની રોજીંદી ચાલમાં પ્રકટી નિકળતી, તેઓને જણાતી હતી. આ બે ઇંદ્રિયજ્ઞ પદાર્થો, જેને મડે વહેલે દરેક માનસે મનમાં ઉતારવા જોઈએ, તેઓ પ્રથમ એક પ્રેરણા સિવાય કાંઈક વધારે નહતા, પણ તેઓનું ચાલક બળ
જ્યાં સુધી આપણી જાતિના વડીલોના મન ઉપર “સઘળું સીધું છે એવી મજબુત અને જતીન રહે તેવી અસર કીધી તથા “સઘળું સીધું થશે એવી આશા અને આશા કરતાં કાંઈક વધારે તેઓના દિલમાં ઉતા કીધું ત્યાં સુધી સ્વસ્થ થયું નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com