________________
(૧૦૦) સઘળી પ્રજા તે મતનો ત્યાગ કરી અનેકેશ્વરમત અને મૂર્તિપૂજા વિકારી બેડી, જે હાલતમાંથી પાછલા વખતમાં તે પ્રજાએ પાછી ફરી ધર્મને અનુસરતાં અથવા તત્વશાસને અનુસરતાં એકેશ્વરમતને વધારે સ્વચ્છ અને પ્રકાશિત માર્ગ પકડયો.
આ કેવળ આધારરહિત તર્કોમાંના કોઈએક નિરાધારતર્કનું પણ ખંડણ કરતાં કેટલો વખત વહી જાય છે તે જોતાં આપણને આશ્ચર્ય લાગે છે. એ મતો વારંવાર ખંડણ થયું હોય; ઉત્તમ ધર્મશારિયો અને પંડિતોએ કાંઈક મુદતથી કબુલ રાખ્યું હોય, કે એ મતનો કોઈપણ જાતના દઢ પાયા ઉપર આધાર નથી; તો પણ એ મતે, જ્યાં આપણે તેમની મળી આવવાની વકી રાખતા નથી, ત્યાં, જેમકે પ્રમાણને માટે વપરાતાં પુસ્તકોમાં અને વધારે દુભંગ્ય, નિશાળમાં વપરાતાં સાધારણ પુસ્તકોમાં, નિકળી આવે છે, અને એ રીતે આ નકામાં ઝાડવાં ચોમેર રેપી દેવામાં આવ્યા છે, જે સઘળે સ્થળે ઉગી નિકળે છે, અને જે ખરા ઘહુના કયારા છે તેને જાણે ઢાંકી નાખે છે.
ભાષા વિદ્યા અને ધર્મ વિધા.
આ બાબદષાં ભાષા-વિધા ધર્મ-વિધા સાથે ઘણી વાતે મળતી આવે છે. ઐબલ અથવા કોઈ પણ એવાં બીજાં મૂળ લખાણ તરફની કાંઈ પણ સત્તાવિના, અને એટલું જ નહિ પણ આવા અનુજનથી શું સમજવું તેને કાંઈપણ સાફ ખુલાસે કરવાની શકિતવિના ઘણા પ્રાચીનકાળના અને વળી અર્વાચીન કાળના ગ્રંથકે પણ એવું ખાતરીપૂર્વક મત આપી ગયા છે કે ભાષાનું મૂળ પણ (ધર્મ પઠ) પ્રથમકટિકરણમાંથી નિકળ્યું છે. એટલું કહ્યા પછી ઉપલા લખનારનું બીજું કેહવું એ હતું કે આ પ્રથમકાળની ભાષા તે હિબ્રીજ હોવી જોઈએ; તથા .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com