________________
નો અર્થ જેને સારા વિચારો, સારા શબ્દો, સારાં કામે” કરી કેહવામાં આવે છે, તેમાં સમાઈ જાય છે. સારૂં એટલેકે ક્રિયાકામમાં જે સારૂં અથવા ખરૂં, યજ્ઞ કરવામાં એક પણ ચૂક કે ખાટા ઉચ્ચાર વિનાનું તે છે. પણ કેટલાક વાક ઉપરથી એવું માલુમ પડે છે કે જરથોતને પણ કોઈએક અનુક્રમ અથવા ઉતની હયાતી જણાઈ હતી. સવાર, બપોર, અને રાત કેમ જાય છે, તથા જે નિયમ તેએને માટે ઘડી કાઢેલો છે તેને અનુસરીને તેઓ કેવી રીતે ચાલે છે, તે વિષે વળી તે બોલે છે સુર્ય અને ચંદ્રવચ્ચે ચાલતા પુર્ણ સ્નેહથી, તથા જીવંત વિશ્વમાં જે એકવછે તેથી, દરેક જન્મના ચમત્કારોથી, અને માતા પાસે પિતાના બાળકને માટે ખોરાક કેવી રીતે વેલાસર મળી આવે છે, તેથી તે પણ સાનંદાશ્ચર્ય પામે છે. જેમ વેદમાં તેમ અવસ્તામાં પણ જગત્ અને અનુસરીને ચાલે છે, તથા સૃષ્ટિ અંશની ઉત્પત્તિ છે એમ જણાવેલું છે. દીનદાર (ધર્મભકતો) આ દુનિયામાં પિતાની હયાતીમાં અશના રક્ષણ માટે પ્રાર્થના કરે છે અને મરણ બાદ સર્વથી ઉત્તમ આકાશ, જે અશનું રેહઠાણ છે, ત્યાં એમઝદને જઈ મળશે. જે ખરો સુભકત છે તે અશનો બચાવ કરે છે, અને અશથી દુનિયામાં વૃદ્ધિ અને આબાદો થાય છે. દુનિયાનો મોટામાં મોટો નિયમ અશ છે, અને દીનદાર (ધર્મભકત)ની મોટામાં મોટી મનની ઈચ્છા અસવન એટલે અશ ધરાવનાર, એટલે અશ થવાની છે. - આ ઉપરથી એવું દેખાડવું બસ થશે કે હિંદુઓ તથા ઈરાનો છુટા પડ્યા તે આગળ વિશ્વને લગતા કોઈ અનુક્રમની હયાતી વિષે માનવામાં આવતું હતું, તથા તે અનુક્રમ તેઓના પ્રાચીન સામાન્ય ધર્મનો એક ભાગ હતો અને તેટલા માટે અવતાના સવથી પુરાતન ગાથા કરતાં વધુ પુરાતન, અને વેદના સર્વથી પુરાતન મંત્ર કરતાં વધુ પુરાતન તે હતો. તે પાછલા વખતની અટકળનું પરિણામ ન હતું તેમજ જુદા જુદા દેવને માન્યા પછીજ અને આ સષ્ટિઉપર તેઓને વધતે ઓછો સ્વતંત્ર (આપખુદ) અમલ આખર થયા પછી જ, તે માત્ર બહાર પડશે નહતો. નહિ, તે (અનુક્રમ) દક્ષિણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com