________________
(૭૮) પદાર્થવિજ્ઞાનવિદ્યા (Archaeology) ઉપરથી આપણે ઢડે લેવો જોઈએ અને પ્રથમથી જ વિચારના જુદા જુદા યુગ ઠરાવવાને યત્ન કરવો ન જોઈએ. ઘણો લાંબો વખત સુધી પ્રાચીન પદાર્થવિજ્ઞાનવિઘા જાણનારાઓ એવું શિખવતા હતા કે પ્રથમ યુગ પથ્થર હતા, કે જ્યારે કાંસાંનાં કે લોઢાંનાં હથિયાર કે ઓજારો દુનિયામાં હવા નહિ જોઈયે. પથ્થરના યુગપછી કાંસાને યુગ આવ્યો કે
જ્યારે ઘરમાંથી પણ કાંસાં તથા પથ્થરનાં ઓજારો પુષ્કળ મળી આવતાં, પણ લોઢાંની તો કેવળ નીશાન પણ માલમ પડતી નહિ. છેલે, આપણને જણાવવામાં આવતું હતું કે ત્રિજો યુગ આવ્યો તેમાં લોઢાંનાં ઓજારોને પ્રસાર સાફ જણાઈ આવતું હતું, ને એકવેળા લોઢાંનાં ઓજારો વપરાશમાં આવ્યાં કે તેઓએ તરત જ બંને પથ્થર અને કાંસાં કારીગરીઉપર સરસાઈ મેળવી. આ ત્રણ યુગ અને તેને લગતા બીજા નાના વિભાગોની મન:કલ્પનામાં બેશક કાંઈ સરચાઈ હતી, પણ તેને પ્રાચીન પદાર્થવિજ્ઞાનવિદ્યાના એક જાતનાં મત તરીકે કબુલ રાખ્યાથી જેમ, દરેક પ્રકારના મતથી સ્વતંત્ર તપાસના માર્ગમાં અટકાવ થઈ પડે છે, તેમ લાંબો વખત સુધી, આ મતે પણ હયાંસુધી હરકત કર્યો કીધી હતી; કે જ્યારે એવું માલમ પડયું કે આ ધાતુઓનો ઉપયોગ એક પછી એક અથવા એકજ વખતે થવાનો આધાર ત્યાંની સ્થાનિક હાલત ઉપર રહતે હવે તથા વળી જ્યાં લો હું ખનિજ (Palustric) કે ઉહિકક (meteoric) સ્થિતિમાં સેહલાઈથી મળી આવતું હતું, ત્યાં લોઢાંના ઓજારો પથ. રનાં હથિયારોના વખતમાંજ અને કાંસાંબનાવટ પૂર્વે મળી શકે અને મળ્યાં હતાં.
આ ઉપરથી આપણે ચેતવણી લેવી કે બુદ્ધિના જમાના એક પછી એક થયા એમ આગળથી ધારી મુકવું નહી જોઈએ. કોઈ પણ paleolithic શસ્ત્રો માફક અણઘડ અને કાચા વિચારો વેદમાં જોવામાં આવે છે, પણ તેઓની જ અડોઅડ અને પડોશમાં લોઢાં જેવા તેજ અને કાંસા જેવા ચળકતા વિચારો જોવામાં આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com