________________
(૮૪) રતનો પ્રથમ (મૂળ) અર્થ.
-૦૦– – સૂર્ય અને બીજા આકાશી પદાર્થોની નિયમિત ગતિ દર્શાવવાને હું ધારું છું કે ઋત શબ્દ અસલ વપરાતો હતો. # કિયાપદ જેનો અર્થ જોડેલું, બેસાડેલું, જડેલું; અથવા ગયેલું, જવું, જતી વેળા પકડેલો માર્ગ, એ થઈ શકે, તેને શબ્દ કૃદંત છે. મને પિતાને તે એમાંની બીજી વ્યુત્પત્તિ રૂચે છે, અને એજ ધાતુ મને બીજા શબ્દ નિર-તીમાં જણાય છે, કે જેને અર્થ જતુ રેહતું, પછી ક્ષય, વિનાશ, મૃત્યુ, તેમજ વળી વિનાશસ્થળ, અતલ અને વધારે પાછલા વખતમાં (અનાની પ) નર્ક અથવા દોજખની માતા એ થયો હતો.
આ ઉપર જણાવેલું ગમન, સ્વારી, રોજીદો માટે પ્રવાસ અથવા ઉદયથી તે અસ્ત પામતાં સુધી સૂર્ય પકડેલો માર્ગ, કે જે માર્ગ વળી પરોઢિયું, દિવસ તથા રાત અને તેઓના વિવિધ રૂપાન્તરે પકડેલો માર્ગ છે, અને જે માર્ગમાં આડે આવવાને રાત અને અંધકારમાં શકિત નથી, તેને થોડે વખત પછી સત્ય ગતિ, શુભ કામ અને સીધા માર્ગ ગણવામાં આવે.
તે પણ જન વિષે બોલતાં વેદના કવિયોના વિચારમાં સૂર્યની રોઇદી ગતિ, અથવા સૂર્યના માર્ગ કરતાં જે મૂળ સ્થળથી એ માર્ગ નક્કી થયા હતા, એટલે જે ચેકસ બીંદુ આગળથી સૂર્ય નિકળીને ત્યાં પાછો આવે છે, તે હતું એ સ્પષ્ટ રીતે માલમ પડી આવે છે, આ માટે તેઓ તેને તને માગ કરી કહે છે; જેનું ભાષાંતર માત્ર ખરે માર્ગ એવું જ આપણે કરી શકશું; પણ તેઓના મનમાં, જે બેમાલુમ શકિતને તેઓએ ઋતના નામથી મનમાં સમજવાનો યત્ન કર્યો હતો, તે શક્તિએ મુકરર કીધેલો માર્ગ હતો. જે આકાશમાં સૂર્ય તેની રોજીંદી ગતિ માટે નિકળતો હતો, તેની પિલી મેરેનો પાર વિનાને તફાવત જે પૂર્વદિશા દર સહવારે ખુલો મુકતી હતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com