________________
(૮૩)
નહિ હશે અને જે કામ કવિએ પિતજ કીધું નથી, તે કરવાને - ડાજ વિવરણકર્તા હામ ભીડશે. જયારે આપણે નિયમ વિષે બેલિયે છિયે ત્યારે નિયમ શબ્દથી આપણે જે અર્થ જાણવા માંગિયે છિયે તે શું આપણે પોતે જ હંમેશાં સ્પષ્ટ રીતે સમજી શકિયે છિયે? અને શું આપણે આશા રાખી શકિયે કે હાલના વિદ્વાનો કરતાં પ્રાચીનકાળના કવિય વધારે ચોકસાઈથી બોલનારા અને વિ. ચાર કરનારા હતા?
ખરેખર, ઘણેક ઠેકાણે જ્યાં ત શબ્દ વપરાયો છે, ત્યાં તેના અર્થનું કોઈ અનિશ્ચિત તથા સાધારણ ભાષાંતર, જેવું કે નિયમ, અનુક્રમ, પવિત્ર રૂઢી તથા યજ્ઞ વગર પુછવે પસાર થાય; પણ જે આપણે વેદનાં મંત્રનાં કોઇપણ ભાષાંતર જોયા પછી આ મોટા અવાજ કરતા શબ્દોને કિ ચેકસ અર્થ આપી શકિયે, તે વિષે આપણે પિતાને પ્રશ્ન કરિયે , નિરાશ થઈ ચાપડી બંધ કરવાની આપણને ઘણીક વેળા મનસા થશે. જે અગ્નિદેવ વિષે અથવા સૂર્યમંડળના કોઈ બીજા દેવવિષે એમ કેહવામાં આવે કે તે ઈશ્વરી સત્યનું પહેલું અવતરેલું બાળક છે, તે એવાં ભાષાંતરથી કિયો સમજી શકાય એ વિચાર નિકળે ? સારા ભાગ્યે જે ફકરાઓમાં દત શબ્દ વપરાયેલો છે તેની સંખ્યા પુરતી રહેલી છે, કે જેથી તે શબ્દની ધીમી વૃદ્ધિ અને તેનો અર્થ તપાસવાને બની આવે તેમ છે.
આવી જાની ઈમારતેને ફરીથી ઉભી કરવામાં બેશક ઘણીક અટકળો ચલાવવી જરૂરની છે, અને શ્વત શબ્દના મૂળ પાયા વિષે અને પાછલા વખતની તે પાયા ઉપર ઉઠાવેલી ઇમારત વિષે જે થોડાક વિચારો હું આપું છું, તેને માત્ર અટકળ તથા પેહલા યત્ન કરતાં વધારે અગત્યના નહિ સમજવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com