________________
છિએ. સંસારમાં માત્ર એકજ સાર્વજનિક ભાષા થઈ શકે કે નહિ એ પ્રશ્નનો ઉત્તર આપવા જેટલો ભારી છે, તેટલોજ ભારી એકજ સંપૂર્ણ સાર્વજનિક ધર્મ થઈ શકે કે નહિ એ પ્રશ્ન છે. જે આપણે એટલું જ જાણવા સામર્થવાન થયા કે, એક અત્યંત અસંપૂર્ણ ભાષાની પેઠે એક અત્યંત અસંપૂર્ણ ધર્મ પણ આપણી સઘળી કહપના શક્તિથી સમજી નહિ શકાય એવો કાંઇક વિચિત્ર છે, તે, એ ઢડે, જુદી જુદી વેદાંત શાળાઓમાં ઘણાક કડા શિખ્યા બરાબર છે.
આ એક ઘણી જુની કહેવત છે કે, કોઈપણ વસ્તુની ઉત્પત્તિ જાણ્યા સિવાય આપણે તેને કદી પીછાની શકતા નથી. આ પણે ધર્મ વિષે ઘણું જાણતા હોઈએ, આપણે દુનિયાની ઘણી ખરી ધર્મપથિયો, પંથપોથિયો, પ્રશ્નોત્તરાવળિયો, અને પ્રાર્થના વિધિ વાંચી ગયા હોઈએ, તે પણ ખુદ ધર્મ કાંઈ એવું હોય કે તેને સમજવું આપણી કલ્પનાની કેવળ બાહાર હય, સિવાય કે તે જ્યાંથી પહેલો નિકળ્યો ત્યાંથી તેનાં ઉંડામાં ઉંડાં મૂળ સુધી આપણે પહચવાને શકિતવાન થઈ. એ કરતાં, એટલે ધર્મનાં સજીવ અને આદિ મળે શોધવાનો યત્ન કરતાં, સઘળા વિદ્વાનોએ જે કાંઈ લે. વાની છુટ આપેલી છેપછી તે વિધિવાદી (Positive) કે નિષેધવાદી, (Negative) હોય, તે સિવાય કાંઈ પણ બીજું આપણે આગળથી સ્વિકારવું નહિ જોઈ. મારા પેિહલાં ભાષાણમાં મેં ખુલાસે કીધો છે કે, વિદ્વાનોની કબુલાત પ્રમાણે ચાલવાને હું કેવો તૈયાર છું, અને મારા કામના છેક છેડા સુધી એ કબુલાતાને વળગી રહેવા માગું છું. આપણને કેહવામાં આવ્યું હતું કે સઘળું જ્ઞાન, જ્ઞાન તરીકે ગણાય તેટલા માટે, બે અને માત્ર બેજ ધારાએ પસાર થવું જોછે, ઈદ્રિધારા અને તર્કદારા. ધર્મજ્ઞાન, ખરું કે ખોટું, આ બે દરવાજામાંથી પસાર થયેલું હોવું જોઈએ. એટલા માટે આપણે આ બેઉ દરવાજા આગળ આપણું મથક કરિયે છિયે. કોઈ પણ વસ્તુ જે આ બે સિવાય બીજે દ્વારે દાખલ થયેલી છે એવો દાવો કરેપછી તે દ્વારા પ્રથમ પ્રકટિકરણ” કેહવાય, કે ધર્મ પ્રેરણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com