________________
તે અર્થમાં ઘણી જ કંગાલ અને ખાલી (અથરહિત) છે. પ્રાચીન આર્યો અનંત આકાર પ્રત્યેક અતવાન પદાર્થની જુદી જુદી આકૃતિ પ્રમાણે જુદે માનતા હતા કે જે અતવંત પદાર્થોની પાછળ તે અનંત સર્વવ્યાપક આધાર અથવા ભરતિયું છે. જેટલું વધારે દેખીતું, સંભળાય એવું, સ્પર્ય અથવા અંતવાન, તેટલું ઓછું અણદીઠ, ન સંભળાય એવું, અસ્પર્ય અથવા અનંત માનસના ધ્યાનમાં આવતું હતું. જેમ જેમ ઈદ્રિયોની પારખવાની શક્તિની હદ ફેરવાતીગઈ તેમ તેમ તેઓની હદબહાર શું હશે તેની શંકા બદલાતી ચાલી. દાખલા તરીકે, પરોઢિયાં અથવા તુફાન-વાયુકરતાં એક નદી અને થવા પહાડનો ખ્યાલ મનમાં ઉત્પન્ન કરવા માટે તેની પાછળ અણદીઠ (વસ્તુ) જે છે તે ઘણી જ થોડી છે એમ ધારવું પડે. પરોઢિયું દર સહવારે આવે છે, પણ તે શું છે અને કયાંથી આવે છે તે કોઈ કહી શકતું નથી. વાયુ પિતાને ગમે ત્યાં ફેંકે છે, અને તે તેનો અવાજ સાંભળે છે, પણ તે કયાંથી આવે છે તે તું કહી શકતા નથી.” નદીમાં પૂર આવ્યાથી, અથવા પહાડ તુટી પડ્યાથી, જે ખરાબી થાય તે સમજવું સેહલું હતું; પણ પવનનાં સખત તુફાન આવી પહચતાં ઝાઠો શાથી મરડાઈ જાય છે, તથા અંધકાર થઇરહે તેવાં ગાજવીજ સાથેનાં તુફાનમાં પહાડોના કકડા કરી નાખનાર, અને તબેલા તથા ઝુપડાં ઉખેડીનાખનાર કોણ છે, તે સમજવું વધારે કઠણ હતું.
માટે અર્ધ-દેવતા તરીકે જણાયલા દેવતાઓ, જેઓ ઘણું કરી ઈદ્રિયની પારખવાની શકિતની હદમાહે હંમેશાં રહે છે, તેઓને જે અભિનેય રૂપથી બીજા દેવતાઓ પરખાયુ છે, તે ભાગ્યે જ મળ્યું હચ. અને વળી આવાં રૂપલેનાર દેવતાઓમાં જેઓ તદન અણદીઠ હતા, અને જેઓના પ્રતિનિધી (બદલી) તરીકે સૃષ્ટિમાં કાંઇ જ હતું નહિ, જેવાકે ઇદ્ર વરસાવનાર, રૂક બરાડનાર, મત છુંદનાર (Pounders) અથવા તુફાન-દેવતા અને વળી વરુણ સર્વસમાવનાર, પ્રકાશીત આકાશ, પરોઢિયાં અથવા સૂર્યકરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com