________________
કે દાક્તર ઓફ દિવીનિતી” ની પદ્ધિ ધરાવનાર ધર્મગુર , તેમને મુકરર કરવા દે. જે આપણે જાણવા માગયે છિયે તે એ છે કે, ધર્મ શી રીતે સંભવિત છે; આપણા સરખાં મનુષ્યને ધર્મ પ્રથમ કેમ મળ્યો હશે? ધર્મ શું છે? અને હાલ જેવો છે તેવો શાથી બન્યો?
જ્યારે આપણે ભાષાવિદ્યા શિખતા હૈઈએ ત્યારે આપણો સર્વથી પહેલો ઉદ્દેશ એક ભાષા બીજી કરતાં વધારે સંપૂર્ણ છે, અથવા એક ભાષામાં બીજી કરતાં વિલક્ષણ નામે કે અદભૂત ક્રિયાપદે વધારે છે, તે શોધી કાઢવાના નથી. આપણે એવી ખાતરીથી કાંઈ આરંભ કરતા નથી કે પ્રથમમાં માત્ર એક જ ભાષા હતી –કે જે ભાષા એવાં નામને યોગ્ય હોય—હાલ છે, કે ભવિષ્યમાં થશે. ના, આપણે તે માત્ર ખરી બીનાઓને એકઠી કરિયે છિયે; તેઓને જુદાજુદા વર્ગમાં ગઠવિયે શ્વેિ, તેના અર્થ સમજવાની પેરવી કરિયે છિયે, અને એ પ્રકારે સઘળી ભાષાની ખરેખરી પૂર્વગ સ્થીતિ, મનુષ્ય વાચાની વૃદ્ધિ તથા નાશ જે નિયમો ઉપર આધાર રાખે છે તે નિયમો, અને ભાષા માત્ર જે સ્થળ (Goal) તરફ જવાની વલાણ ધરાવે છે તે સ્થળ, વધારે અને વધારે શોધી કાઢવાની આશા રાખે છિયે.
ધર્મવિદ્યામાં પણ એ જ પ્રમાણે છે. આપણામાં દરેક જન પોતાની સ્વદેશી ભાષા અથવા પોતાના સ્વદેશી ધર્મને માટે પિતાને જુદે ભાવ ધરાવતા હશે, પણ ઇતિહાસકર્તા તરીકે આપણે સર્વ તરફ એકજ સરખી વર્તણુક રાખવી જોઈએ. ધર્મના ઇતિહાસની જે જે સાબીતિયો આખી દુનિયા ઉપર મળી આવે તે સઘળીને એકઠી કરવાનું, બારીકીથી તપાસવાનું, અને જુદા જુદા વર્ગોમાં ગઠવવાનું માત્ર આપણું કામ છે, અને આ પ્રમાણે ધર્મ માત્રની અવશ્ય પૂર્વગસ્થીતિ, મનુષ્યધર્મની વૃદ્ધિ અને વિનાશ જે નિયમો ઉપર આધાર રાખે છે તે નિયમો, તેમજ જે ઈશ્વરને પીછાનવાની ધર્મ માત્ર વલણ રાખે છે તે ઈશ્વરને શોધી કાઢવાનો યત્ન કરિયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com