________________
. (૫૯) આકાશ, પેલા પ્રોઢ પ્રકાશ તરફ જોયું અને તેને જુતર, આકાશ-પિતા કરી કેહતા.
અને એક હજાર વરસ ઉપર એજ આકાશ-પિતા અને સી.પિતાની પ્રાર્થના જર્મનીનાં ઘેર જંગલોમાં આપણું પિતાના પર્વજ, તેનિક આર્યોએ કીધી હતી, કે જ્યારે તેનું અસલી નામ તિ, અથવા ચિ કદાચ છેલી જ વાર સાંભળવામાં આવ્યું હશે.
પણ કોઈ પણ વિચાર અથવા કોઈ પણ નામ સમૂજ ભુલી જવાતું નથી. અને અંહી આ અસલી મઠ, કે જે એક વધારે જુના વખતના રોમન મંદીરનાં ખંડેર ઉપર બાંધવામાં આવેલે છે, તેમાં પણ પેલો અદશ્ય, અનંત, જે આપણી સર્વ બાજુએ હાજર છે, પેલો નહિ જણાયેલો પેલો સૃષ્ટિનો ખરે આત્મા અને જે આપણે પિતાને પણ ખરો આત્મા છે, તેનું નામ જે આપણને જોઈતું હોય તે, આપણે પોતે પણ ફરી એક વાર બાળકપેરે એક નાની અંધારી ઓરડીમાં ગુઠણ મડિયે પડી, આ કરતાં વધારે સારું નામ ઉચ્ચારી નહિ શકવાના કેઃ “આપણે પિતા જે આકાશમાં વસે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com