________________
(૩૬) કરતાં કરતાં માનસમાં ઈશ્વરવિષે વિચાર હળવે હળવે ઉત્પન્ન થતો હતો.” વેદનાં સૂકતેની ખરી કિંમત આજ છે જયારે હિસિયડસ આપણને દેવતાઓના વંશની ગયેલા વખતની જાણે તવારીખ આપે છે, ત્યારે વેદમાં આપણને દેવતાઓની વંશાવળીજ– તેઓનાં જન્મ અને વૃદ્ધી–માલમ પડે છે; અને વળી આપણને પાછલા વખતનાં સૂકતોમાં–જો વખત માં પાછલાં નહિ તે રીતમાં પાછલાંઆ ઇશ્વશી ભાવનાની વૃદ્ધિની પાછલા વખતની રચના જણાય છે.
પણ વેદમાં દેવ શબ્દ માત્ર એકલો એકજ નથી, કે જે ઋષિયોએ સંબોધેલી સર્વ વસ્તુમાં જે સામાન્ય ગુણ છે તે પહે લાંથી દેખાડતાં, છેલે સરવાળે દેવનાં એક સામાન્ય નામ તરીકે વિ૫ રાવા લાગ્યો. વસુ જે વેદમાં અમુક દેવતાઓનું ઘણું સાધારણ નામ છે. તેને પણ પ્રથમ અર્થે પ્રકાશ થતો હતો.
આગલા કવિયોને જયારે બીજું સઘળું મરી જતું અને ખાક થઇ જતું જણાયું, ત્યારે તેઓને આ પદાર્થોમાંના કેટલાક અવિકારી અને અવિનાશો લાગ્યા. તેથી એ વસ્તુને અમરતક નહિ મરી જાય તેવા, અગર, નહિં ઘરડા થાય એવા અથવા નહિ નાશ પામે એવા કહ્યા
- જ્યારે સર્વ વસ્તુઓ, માનસ તથા પ્રાણી પણ, બદલાતી, નાશ પામતી, અને મરી જતી હતી, અને એ વિચાર જયારે જણાવવાની જરૂર પડતી કે સૂર્ય અથવા આકાશ જેવી વસ્તુઓ કેવળ અવિકારી, અવિનાશી અને અમરજ નથી, પણ પિતાની ખાસ અંદગી ધરાવે છે, ત્યારે અસર શબ્દ વપરાયો, જેને માટે મને કાંઈજ શક નથી કે તે અચ=શ્વાસ ઉપરથી નિકળેલો છે. જયારે દેવ શબ્દ સૃષ્ટિના ચકચકિત અને સમશીલ રેખાને જ માટે વપરાતો હતો, ત્યારે અસુરનો વપરાસ કરવામાં એવો કશો અટકાવ ન હતું, અને તેટલા માટે ઘણા અસલી વખતથી સૃષ્ટિની
• nga Brown, 'Dionysiak Myth' 1, P. 00. ૧ એિક માપીન યુનાની વિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com