________________
( ૧૪ ) બદલાઈ જાય, કે જે વળી દિવસના દવથી નિશાળે છે. અને આ પ્રમાણે રાત અને દિવસ, સહવાર અને સાંજ, આકાશ અને પબ્લીદર્શક પરસ્પર સંબંધ ધરાવતા દેવોની કલ્પના ઉભી થાય. હવે આ ફેરફારોમાંહેલો દરેક આપણી આંખ આગળ વેદમાં માલમ પડે છે. અને એ ફેરફારાથી જોડિયા દેવો ઉત્પન્ન થયા છે જેવા કે વરૂણ, સર્વસમાવસ કરનાર દેવ, ગ્રીક યુરેનસ તથા મિત્ર દિવસનો પ્રકાશિત સૂર્ય; અરિવને સહવાર અને સાંજ ; વાવા-પૃથિવી, આકાશ અને પૃથ્વી, ઈ.
આ પ્રમાણે વેદના કવિયોનું લગભગ આખું સર્વદેવમંડળ, અને આર્યવ્રતનું સર્વથી પુરાનું સર્વદેવમંડળ આપણે નજર સામે જાણે ઉભું થતું આપણે જોયું. આપણે તો માત્ર મૂળ તપાયાં છે પણ જે કવિતાનાં કીરણ અને તર્કવિદ્યાની ગરમી આગળ આ મૂળ મુકવામાં આવે તે તેની વૃદ્ધિ કેટલી બધી થાય તે આપણે સહજ વિચારી શકિયે. દેવતા તથા દેવના આપણે ત્રણ વર્ગ એળખવા શિખ્યા છિયે ; હું દેવતા (Gods) શબ્દ વાપરું છું, કેમકે બીજે કઈ મળતો નથી; માણી (Beings), શકિત (Powers) ગતિશકિત (Forces), અસુર (Spirits) એ સઘળા શબ્દ વાપરી નહિ શકાય એટલા ભાવવાચક અથવા મનોગત છે.
(૧) અદેવતા, જેવા કે ઝાડે, પહાડે, નદિયો, પૃથ્વી અને સમુદ્ર (અર્ધ પર્ય પદાર્થો.)
(૨) દેવતા જેવા કે આકાશ, સૂર્ય, ચંદ્ર, અરૂણદય, અગ્નિ, (અપર્ય પદાર્થો; વળી ગગડાટ, વિજળી, વાયુ અને વરસાદ; જે કે આ છેલ્લા ચાર તેઓના અનિયમિત દેખાવાને લીધે એક જુદા વર્ગમાં મુકી શકાય, અને જેઓ અત્યંત ક્રિયાશક્ત અને કિયાદર્શક (Dramatic) દેવોના ગુણ ધરાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com